FD : છેલ્લા બે મહિનામાં, ઘણી જાહેર ક્ષેત્રની બેંકો (પીએસયુ) એ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. ઓગસ્ટ મહિનામાં જે બેંકોએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે તેમાં યુનિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને અન્ય ઘણી બેંકોનો સમાવેશ થાય છે. વ્યાજ દરોમાં ફેરફાર કર્યા પછી, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 333 દિવસની FD પર વાર્ષિક 7.40% સુધીનો સૌથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો (60 વર્ષ અને તેથી વધુ ઉંમરના)ને 0.50% વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે અને સુપર સિનિયર સિટિઝન એટલે કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને FD પર 0.75% વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
બેંકોમાં FD પર ઉપલબ્ધ વ્યાજ દર
SBI વિશેષ FD
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ “અમૃત દ્રષ્ટિ” નામની નવી મર્યાદિત સમયગાળાની FD યોજના શરૂ કરી છે. અમૃત વૃષ્ટિ યોજના 444 દિવસની FD પર વાર્ષિક 7.25% ના આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે. આ ખાસ એફડીમાં રોકાણ બેંક શાખા, ઇન્ટરનેટ બેંકિંગ અને યોનો એપ દ્વારા કરી શકાય છે.
બેંક ઓફ ઈન્ડિયા સ્પેશિયલ FD
સ્પેશિયલ ડિપોઝિટ હેઠળ, બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકોને 7.30% વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને 7.80% અને સુપર વરિષ્ઠ નાગરિકોને 7.95% વ્યાજ આપે છે. 666 દિવસ માટે 2 કરોડ રૂપિયા જમા કરાવવા પર વરિષ્ઠ નાગરિકોને 7.80 ટકાના દરે વ્યાજ મળશે.
બેંક ઓફ બરોડા સ્પેશિયલ FD
બેંક ઓફ બરોડા મોનસૂન ધમાકા ડિપોઝીટ સ્કીમ લઈને આવી છે. આ વિશેષ FD સ્કીમમાં 399 દિવસ માટે 7.25% વાર્ષિક અને 333 દિવસ માટે 7.15%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.