Business news : Windfall Tax : સરકારે ગુરુવારે દેશમાં ઉત્પાદિત સ્થાનિક ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ 3,200 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 3,300 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. નવા દર શુક્રવારથી લાગુ થશે. આ ટેક્સ સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED)ના રૂપમાં વસૂલવામાં આવે છે. એક સત્તાવાર સૂચના અનુસાર, ડીઝલની નિકાસ પર વિશેષ વધારાની આબકારી જકાત પણ શૂન્યથી વધારીને 1.50 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે.
આ સિવાય પેટ્રોલ અને એવિએશન ફ્યુઅલ એટલે કે ATF પર ટેક્સ શૂન્ય રાખવામાં આવ્યો છે. નવા દર 16 ફેબ્રુઆરીથી લાગુ થશે.
તમને જણાવી દઈએ કે જમીન અને દરિયામાંથી કાઢવામાં આવતા ક્રૂડ ઓઈલને રિફાઈન્ડ કરીને પેટ્રોલ, ડીઝલ અને એર ટર્બાઈન ઈંધણ જેવા વિવિધ ઈંધણમાં રૂપાંતરિત કરવામાં આવે છે.