ભારતીય શેર બજારમાં આજે શાનદાર તેજીનો માહોલ જાેવા મળ્યો હતો, આજે ખુલતા માર્કેટની સાથે જ તમામ ઇન્ડેક્સ તેજી સાથે ખુલ્યા અને કારોબારી દિવસના અંતે તેજી સાથે બંધ થયા હતા. કારોબારી દિવસના અંતે આજે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૯૨ ટકા ચઢીને ૫૯૪.૯૧ પૉઇન્ટ ઉછળ્યો હતો, અને ૬૪,૯૫૮.૬૯ના સ્તરે બંધ રહ્યો હતો. તો વળી, નિફ્ટીમાં પણ તેજી જાેવા મળી હતી. કારોબારી દિવસના અંતે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી ૦.૯૪ ટકાના વધારા સાથે ૧૮૧.૧૫ પૉઇન્ટ અપ રહ્યો અને ૧૯,૪૧૧.૭૫ના સ્તરે બંધ રહ્યો હતો. ઓવરઓલ ભારતીય શેર માર્કેટમાં આજે તેજીનો માહોલ જાેવા મળ્યો હતો.
આ સપ્તાહના અંતે ધનતેરસ અને દિવાળીનો તહેવાર છે. આજે આ તહેવારોના સપ્તાહની બજારમાં શાનદાર શરૂઆત થઈ છે. રોકાણકારોની જાેરદાર ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં અદભૂત ઉછાળો જાેવા મળ્યો છે અને સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે. બજારમાં આ વધારો બેન્કિંગ, એનર્જી અને આઈટી શેરોમાં ખરીદીને કારણે થયો હતો. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૫૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૪,૯૫૯ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯,૪૧૨ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બેન્ક નિફ્ટી ૩૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૩,૬૧૯ પોઈન્ટ પર બંધ થયો હતો. આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે આજના કારોબારમાં માત્ર પીએસયુબેંકોના શેરોના ઈન્ડેક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોના ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા. આજના કારોબારમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદીને કારણે ઈન્ડેક્સ ફરીથી વધારા સાથે બંધ થયો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૬ શેર ઉછાળા સાથે અને ૪ નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના ૫૦ શૅર્સમાંથી ૪૪ શૅર ઉછાળા સાથે અને ૬ ઘટાડાની સાથે બંધ થયા હતા.