ઝિમ્બાબ્વેના ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું રવિવારે નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. હીથ સ્ટ્રીકના પત્નીએ જણાવ્યું હતું કે હીથ સ્ટ્રીકનું ૩ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે નિધન થયું હતું. ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર જાેન રેનીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેણે સ્પોર્ટસ્ટારને કહ્યું કે હિથ સ્ટ્રીકનું મોત મેટાબેલેલેન્ડમાં તેના ખેતરમાં થયું હતું. હીથ સ્ટ્રીકની ગણતરી ઝિમ્બાબ્વેના મહાન ક્રિકેટરોમાં થાય છે. તેની પાસે બેટ અને બોલ બંને વડે મેચને પલટાવવાની શક્તિ હતી. હીથ સ્ટ્રીકે ઝિમ્બાબ્વે માટે ૬૫ ટેસ્ટ મેચ રમી અને ૨૨.૩૫ની એવરેજથી ૧૯૯૦ રન બનાવ્યા. તેણે ટેસ્ટમાં ૨૧૬ વિકેટ પણ લીધી છે. જ્યારે વનડેમાં હીથ સ્ટ્રીકે ૨૯૪૩ રન બનાવ્યા છે અને ૨૩૯ વિકેટ લીધી છે. નિવૃત્તિ પછી તેણે કોચિંગ પણ કર્યું.
હીથ સ્ટ્રીક ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશના કોચ હતા. આ સિવાય તેણે ૈંઁન્માં પણ કોચિંગ કર્યું હતું.તેઓ ૈંઁન્ની બે વખત વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સના કોચિંગ સ્ટાફમાં પણ સામેલ હતા. આ સિવાય તેણે ગુજરાત લાયન્સના બોલિંગ કોચની ભૂમિકા ભજવી હતી. હીથ સ્ટ્રીક ટેસ્ટ અને વનડેમાં ૧૦૦ વિકેટ લેનાર ઝિમ્બાબ્વેના પ્રથમ ક્રિકેટર હતા. હીથ સ્ટ્રીક પોતાના દેશ ઝિમ્બાબ્વે તરફથી ટેસ્ટમાં ૧૦૦ વિકેટ અને ૧૦૦૦ રન બનાવનાર સૌપ્રથમ ક્રિકેટર હતા. આ સિવાય હીથ સ્ટ્રીક પોતાના દેશના એકમાત્ર એવા ક્રિકેટર છે જેમણે વનડેમાં ૨૦૦ વિકેટ અને ૨૦૦૦ રન બનાવ્યા છે. તેમણે વર્ષ ૧૯૯૩માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝીમ્બાબ્વે તારફ્થી રમતા ડેબ્યૂ કર્યું હતું અને ૧૯૯૯-૨૦૦૦માં તેમને ઝીમ્બાબ્વેની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
હીથ સ્ટ્રીકે તેમની ક્રિકેટ કારકિર્દીની અંતિમ મેચ ભારત સામે રમી હતી. ૨૦૦૫માં હરારેમાં ભારત સામે છેલ્લી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં સ્ટ્રીકે ૭૩ રન આપી ૬ વિકેટ લીધી હતી.