Cancer
કેન્સરની ગાંઠની ઓળખ કરવામાં તેના કેટલાક ચોક્કસ લક્ષણો મદદ કરી શકે છે. શરૂઆતમાં કેન્સરની ગાંઠમાં કોઈ દુખાવો નથી થતો પરંતુ જેમ-જેમ આ ગાંઠ મોટી થાય છે તેમ તેમા દુખાવો થવા લાગે છે.
અસામાનય ગાંઠ: શરીરમાં કોઈ જગ્યાએ અચાનક કોઈ ગાંઠ વિકસીત થવા લાગે અને તેમાં વૃદ્ધિ થતી હોય તો તે કેન્સરનો સંકેત હોય છે. આ પરિસ્થિતિમાં ડૉક્ટરને બતાવવુ જરૂરી છે.
હાર્ડ અને સ્ટેબલ ગાંઠ: કેન્સરની ગાંઠ સામાન્ય રીતે હાર્ડ અને સ્ટેબલ હોય છે. જ્યાર અન્ય ગાંઠો મુલાયમ અને ફરતી રહેતી હોય છે.
ચામડી નો રંગ બદલવો: જે જગ્યાએ ગાંઠ થઈ હોય તે હિસ્સાની ચામડીના રંગમાં ફેરફાર જોવા મળે છે. એ પણ એક સંકેત હોઈ શકે છે કે ગાંઠ કેન્સર સંબંધિત છે.
દુખાવો થવો: શરૂઆતની અવસ્થામાં ગાંઠમાં દર્દ નથી થતુ, પરંતુ જેમ-જેમ ગાંઠ વધે છે, તેમ આસપાસની પેશીઓ પર દબાણ આવે છે. જેનાથી દુખાવો થાય છે.
કેન્સરની ગાંઠ ફુટવાથી સ્થિતિ બહુ ગંભીર થઈ શકે છે. ગાંઠ ફુટવાથી ઈન્ટરનલ બ્લિડીંગ થઈ શકે છે અને આસપાસની પેશીઓ ફાટી શકે છે. આ ઉપરાંત કેન્સરના સેલ્સ અનેય બોડી પાર્ટ્સમાં ફેલાઈ શકે છે. જેનાથી મેટાસ્ટેસિસ કેન્સરના ફેલાવાની સંભાવના વધી જાય છે. આથી જો કોઈને કેન્સરની ગાંઠ ફુટવાનુ અનુભવાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને સમયસર સારવારથી ગંભીર પરિસ્થિતિ પર કંટ્રોલ કરી શકાય છે.