Hyundai IPO

Hyundai IPO: દેશના સૌથી મોટા IPOની રાહ જોઈ રહેલા લોકો એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે નામ ન આપવાની શરતે આપેલી માહિતી જાણીને ખુશ થશે.

Hyundai IPO: સાઉથ કોરિયન ઓટોમોબાઇલ કંપની Hyundai Motorના ભારતીય યુનિટ Hyundai Indiaના IPO વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે અને હવે તેની સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા છે. ઓટોમોબાઈલ કંપનીનો આટલો મોટો આઈપીઓ ભારતના ઈક્વિટી માર્કેટમાં બે દાયકાથી વધુ સમય પછી આવશે, કારણ કે ઓટોમેકર મારુતિ સુઝુકીનો અગાઉનો આઈપીઓ 2003માં આવ્યો હતો. આ રીતે 21 વર્ષ પહેલા મારુતિના આઈપીઓ બાદ દેશમાં ઓટોમેકર કંપનીના આઈપીઓને લઈને ચકચાર મચી ગઈ છે.

IPO વિશેના સમાચાર જાણો

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, હ્યુન્ડાઈ ઈન્ડિયા આગામી બે સપ્તાહમાં સેબીમાં રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસનો ડ્રાફ્ટ ફાઇલ કરી શકે છે. આ IPO સંબંધિત માહિતી ધરાવતા બે લોકોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પબ્લિક ઑફર (IPO) માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હ્યુન્ડાઈ ઈન્ડિયાનો પ્રસ્તાવિત આઈપીઓ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો આઈપીઓ બની શકે છે

કંપનીની યોજના શું છે?
રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા પછી, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા ભારત અને વિદેશમાં રોકાણકારોના રોડ શો શરૂ કરવાની યોજના ધરાવે છે જે આગામી મહિનાથી હાથ ધરવામાં આવશે. એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે નામ ન આપવાની શરતે આ માહિતી આપી છે.

Hyundai નો IPO ક્યારે આવી શકે?
DRHP દાખલ થયાના 60-90 દિવસમાં સેબી તેની મંજૂરી આપી શકે છે. તેથી અંદાજ લગાવી શકાય છે કે હ્યુન્ડાઈનો આઈપીઓ આ વર્ષના સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં ભારતીય શેરબજારમાં આવી શકે છે.

હ્યુન્ડાઈ ઈન્ડિયાના આઈપીઓનું મૂલ્યાંકન કેટલું હોઈ શકે?
હ્યુન્ડાઈ ઈન્ડિયાના આઈપીઓનું મૂલ્યાંકન $22-28 બિલિયન હોઈ શકે છે. Hyundai IPOમાં તેનો 15 થી 20 ટકા હિસ્સો વેચવા માંગે છે. 15 ટકા હિસ્સો વેચ્યા પછી પણ IPOનું કદ 27 હજાર કરોડ રૂપિયાને પાર થવા જઈ રહ્યું છે, જેના આધારે તે ભારતનો સૌથી મોટો IPO સાબિત થઈ શકે છે. અત્યાર સુધી, સરકારી વીમા કંપની LICનો IPO દેશની સૌથી વધુ મૂલ્યવાન જાહેર ઓફર છે, જેનું કદ આશરે રૂ. 21 હજાર કરોડ હતું.

Share.
Exit mobile version