ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આઈસીસી મેન્સ વન-ડે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩ની ત્રણ મેચમાં ૧૩૧, ૮૬ અને ૫૫ રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેથી તેને રેન્કિંગમાં લાભ મળ્યો છે. તે આઈસીસી મેન્સ વન-ડેરેન્કિંગમાં ૬ નંબરે આવી ગયો છે. જયારે વિરાટ કોહલી ૮મા નંબરે અને શુભમન ગિલ બીજા નંબર પર છે.

સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્‌સમેન ક્વિન્ટન ડી કોકે જાેરદાર છલાંગ લગાવીને ત્રીજા નંબર પર કબજાે કર્યો છે. જયારે નંબર ૪ પર રાસી વાન ડર ડુસેન અને પાંચમાં નંબર પર આયરલેંડનો ખેલાડી હેરી ટેકટર છે. પાકિસ્તાનની કેપ્ટન બાબર આઝમ લિસ્ટમાં ૮૩૬ રેટિંગ સાથે ટોપ પર છે. જયારે શુભમન ગિલ ૮૧૮ રેટિંગ સાથે બીજા નંબર પર છે. વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩માં ગિલ બાબરને પાછળ છોડી નંબર ૧ બની શકે છે. આ ઉપરાંત ડેવિડ વોર્નર સાતમાં સ્થાને છે જયારે ૧૦મા નંબર પર પાકિસ્તાની બેટ્‌સમેન ઈમામ ઉલ હક છે.

મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ વન-ડેબોલિંગ રેન્કિંગમાં ટોપ-૧૦માં બે ભારતીય બોલર છે. સિરાજ ૬૫૬ રેટિંગ સાથે ત્રીજા સ્થાને અને કુલદીપ ૬૪૧ રેટિંગ સાથે આઠમા સ્થાને છે. રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના જાેશ હેઝલવુડ ૬૬૦ રેટિંગ સાથે નંબર વન પર છે. આ સિવાય ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ ૬૫૯ રેટિંગ સાથે બીજા સ્થાને છે. જ્યારે લિસ્ટમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ચોથા નંબરે અને મુજીબ ઉર રહેમાન પાંચમા નંબરે છે.

Share.
Exit mobile version