Bank Privatisation
Bank Privatisation: સરકારે આ નાણાકીય વર્ષ 2024-25 ના અંત સુધીમાં IDBI બેંકનું વિનિવેશ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
IDBI Bank Disinvestment: ભારત સરકાર અને દેશની સૌથી મોટી વીમા કંપની LIC IDBI બેંકમાં તેમનો હિસ્સો વેચવા જઈ રહી છે. અને આ હિસ્સો ખરીદવાની રેસમાં ત્રણ સંભવિત ખરીદદારોના નામ હવે સામે આવ્યા છે. ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ, અમીરાત NBD અને કોટક મહિન્દ્રા બેંક આ રેસમાં આગળ છે. બૅન્કિંગ ક્ષેત્રના નિયમનકારે બહુમતી હિસ્સો ખરીદવા માટે બિડર્સ તરીકે સંભવિત ખરીદદારોની તેની સમીક્ષા પૂર્ણ કરી છે.
રોઇટર્સને ટાંકીને આ માહિતી સામે આવી છે. સૂત્રોએ તેમની ઓળખ જાહેર ન કરતાં કહ્યું કે આ ચર્ચા હજી જાહેરમાં નથી. નાણા મંત્રાલય, ફેરફેક્સ ફાઇનાન્સિયલ હોલ્ડિંગ, અમીરાત NBD અને કોટક મહિન્દ્રા બેંકે ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો. સરકાર એવા લોકો સાથે વાતચીત કરી રહી છે જેમણે IDBI બેંક ખરીદવામાં રસ દાખવ્યો છે અને મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ તેઓને IDBI બેંકના ખાનગી ડેટાની ઍક્સેસ મળશે.
આઈડીબીઆઈ બેંકમાં ભારત સરકાર 45.48 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે એલઆઈસી પાસે 49.24 ટકા હિસ્સો છે. સરકાર અને LIC બંને IDBI બેંકમાં 60.7 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી રહ્યા છે.
ટોરોન્ટો સ્થિત ફેરફેક્સ ઇન્ડિયા હોલ્ડિંગ્સ એ કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સા દ્વારા સમર્થિત કંપની છે જે ભારતમાં ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તેમજ ખાનગી કંપનીઓની સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. અમીરાત NBD UAE થી ભારત અને સાઉદી અરેબિયામાં નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે. કોટક મહિન્દ્રા બેંક દેશની અગ્રણી ખાનગી બેંકોમાંની એક છે. સરકાર આ નાણાકીય વર્ષના અંત સુધીમાં IDBI બેંક માટે બિડ આમંત્રિત કરી શકે છે.
આજના ટ્રેડિંગમાં IDBI બેન્કનો શેર 3.54 ટકાના ઘટાડા સાથે રૂ. 100.01 પર બંધ થયો હતો.