જી હા, અત્યારે જીવવા માટે જરૂરી થઈ ગયેલા એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનને લઈને એક મહત્વના સમાચાર જાણવા મળી રહ્યા છે. જાે તમે પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો પહેલાં એક વખત આ સમાચાર ચોક્ક્સ વાંચી લો, કારણ કે છે સર્ચ એન્જિન ગણાતા ગૂગલે કેટલાક સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ સપોર્ટ બંધ કરવાનો ર્નિણય લીધો છે. ગૂગલના આ ર્નિણયનો સીધેસીધો અર્થ એવો થાય છે કે તમારો ફોન યોગ્ય હવે તમારો ફોન સારી રીતે કામ કરશે નહીં. તમે આ ફોનમાં કોઈપણ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો નહીં. એટલું જ નહીં પણ તમારા ફોનમાં રહેલાં ડેટાની સુરક્ષા પણ શંકાના દાયરામાં આવી શકે છે.
જાેકે, હવે તમને સવાલ એ થઈ રહ્યો હશે કે આખરે કયા ફોન છે કે જેને ગૂગલ સપોર્ટ બંધ કરશે તો આ માટે કહેવાઈ રહ્યું છે કે ગૂગલે એન્ડ્રોઇડ ૪.૪ કિટકેટ માટે એન્ડ્રોઈડ સપોર્ટ બંધ કરવાનો ર્નિણય લીધો છે.
પરિણામે હવે આ ફોન પહેલી ઓગસ્ટ પછી ભંગાર બની જશે. અત્રે ઉલ્લેખનીય છે કે કિટકેટ એન્ડ્રોઇડ વર્ઝન વર્ષ ૨૦૧૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આનો અર્થ એ છે કે જાે તમારો સ્માર્ટફોન કિટકેટ અથવા તેના પહેલાના એન્ડ્રોઇડ વર્ઝન પર આધારિત છે, તો ગૂગલ તેનો સપોર્ટ બંધ કરી રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, ગૂગલ સિસ્ટમ લગભગ ૧૦ વર્ષ જૂના સ્માર્ટફોન પર કામ કરશે નહીં. મળી રહેલી માહિતી અનુસાર, આ સ્માર્ટફોન્સમાં પહેલી ઓગસ્ટથી સમગ્ર દેશમાં ય્ર્ર્ખ્તઙ્મી સપોર્ટ બંધ થઈ શકે છે.
રિપોર્ટમાં આગળ આપવામાં આવેલી માહિતી મુજબ, હાલમાં માત્ર ૧% એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ટેબ્લેટ એન્ડ્રોઇડ કિટકેટ એન્ડ્રોઇડ સિસ્ટમ પર આધારિત છે. આ સ્માર્ટફોન પર ગૂગલ પ્લે સર્વિસ સપોર્ટ કરશે નહીં. જ્યારે ગૂગલ પ્લેસપોર્ટ બંધ થઈ જાય છે, ત્યારે ઑપરેટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે કામ ઠપ્પ થઈ જાય છે. આ ઉપરાંત આ ફોન ઉપયોગની દ્રષ્ટિએ પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે નહીં. આવી પરિસ્થિતિમાં યુઝર્સ પાસે ફોન બદલવા સિવાય બીજાે કોઈ વિકલ્પ બચતો નથી.