DDCET 2025
જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરુ કર્યા બાદ ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા માંગે છે, તેમજ ડિપ્લોમા ફાર્મસી પછી ડિગ્રી ફાર્મસીના બીજા વર્ષમાં પ્રવેશ લેનાર છે, તેમના માટે મહત્વના સમાચાર છે. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (DDCET-2025) 19 એપ્રિલે યોજાશે. પરીક્ષા માટે લાયકાત અને રજિસ્ટ્રેશન સંબંધિત વિગતો જાહેર થઈ છે.
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ડીડીસીઈટી
ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ડિપ્લોમા પછી ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીના બીજા વર્ષમાં પ્રવેશ માટે રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાઓ માટે DDCET-2025 પરીક્ષા આયોજિત કરવામાં આવી છે. આ પરીક્ષા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા સંચાલિત થશે.
એન્જિનિયરિંગ પ્રવેશ માટે: 16 સરકારી, 3 ગ્રાન્ટેડ, અને 119 ખાનગી સંસ્થાઓમાં કુલ 39,500 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા થશે.
ફાર્મસી પ્રવેશ માટે: 3 સરકારી, 3 ગ્રાન્ટેડ, અને 98 ખાનગી સંસ્થાઓમાં કુલ 1,400 બેઠકો માટે પ્રવેશ યોજાશે.
લાયકાત
- ગુજરાત રાજ્યના માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પૂરું કરેલ ઉમેદવારો.
- અન્ય રાજ્યમાંથી ડિપ્લોમા પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ માટે કેટલીક જગ્યાઓ ખાસ ફાળવવામાં આવી છે.
- બેચલર ઓફ સાયન્સ અથવા ડિપ્લોમા વોકેશનલ ડિગ્રી ધરાવનારાઓ પણ લાયક રહેશે.
- જે વિદ્યાર્થીઓ ડિપ્લોમાના બાકી વિષયોની પરીક્ષા આપી ચૂક્યા છે અને પરિણામની રાહ જોઇ રહ્યા છે, તેઓ પણ અરજી કરી શકે છે.
રજિસ્ટ્રેશન પ્રક્રિયા
- ઉમેદવારો ઓનલાઇન પદ્ધતિથી રજિસ્ટ્રેશન કરી શકશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
- રજિસ્ટ્રેશન ફી રૂ. 250/- (નોન-રિફંડેબલ) ચૂકવવાની રહેશે.
- રજિસ્ટ્રેશન માટે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે; દસ્તાવેજો રૂબરૂ ચકાસાવાની જરૂર નથી.
- DDCET-2025માં ભાગ લેવું અનિવાર્ય છે; આ સિવાય પ્રવેશ માટે બીજો વિકલ્પ ઉપલબ્ધ નથી.