Mutual Fund

માસિક રોકાણની સાથે મ્યુચ્યુઅલ ફંડમાં એકસાથે રોકાણ પણ કરી શકાય છે. પરંતુ, માસિક રોકાણ એટલે કે SIP ની તુલનામાં એકસાથે રોકાણ તદ્દન જોખમી હોઈ શકે છે. જો કે, AMFI ડેટા અનુસાર, એવી ઘણી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ છે જેણે એકસાથે રોકાણમાં પણ જબરદસ્ત વળતર આપ્યું છે. અહીં અમે તમને આવા 5 સ્મોલ કેપ ફંડ્સ વિશે જણાવીશું, જેણે છેલ્લા 1 વર્ષમાં 58.46 ટકા સુધીનું વળતર આપ્યું છે અને 10 લાખ રૂપિયાના રોકાણને 15.84 લાખ રૂપિયામાં ફેરવ્યું છે.

ટાટા સ્મોલ કેપ ફંડ

ટાટા સ્મોલ કેપ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 41.82 ટકા વળતર આપ્યું છે. જો એક વર્ષ પહેલા આ સ્કીમમાં રૂ. 10 લાખનું એકસાથે રોકાણ કરવામાં આવ્યું હોત તો આજે તે નાણાં વધીને રૂ. 14.18 લાખ થઈ ગયા હોત.

ઇન્વેસ્કો ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ

ઈન્વેસ્કો ઈન્ડિયા સ્મોલ કેપ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 46.69 ટકા વળતર આપ્યું છે. જો એક વર્ષ પહેલા આ સ્કીમમાં રૂ. 10 લાખનું એકસાથે રોકાણ કરવામાં આવ્યું હોત, તો આજે તે નાણાં વધીને રૂ. 14.66 લાખ થઈ ગયા હોત.

ITI સ્મોલ કેપ ફંડ

ITI સ્મોલ કેપ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 47.30 ટકા વળતર આપ્યું છે. જો એક વર્ષ પહેલા આ સ્કીમમાં રૂ. 10 લાખનું એકસાથે રોકાણ કરવામાં આવ્યું હોત, તો આજે તે નાણાં વધીને રૂ. 14.73 લાખ થઈ ગયા હોત.

LIC MF સ્મોલ કેપ ફંડ

LICના સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 48.31 ટકા વળતર આપ્યું છે. જો એક વર્ષ પહેલા આ સ્કીમમાં રૂ. 10 લાખનું એકસાથે રોકાણ કરવામાં આવ્યું હોત તો આજે તે નાણાં વધીને રૂ. 14.83 લાખ થઈ ગયા હોત.

બંધન સ્મોલ કેપ ફંડ

બંધન સ્મોલ કેપ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 58.46 ટકા વળતર આપ્યું છે. જો એક વર્ષ પહેલા આ સ્કીમમાં રૂ. 10 લાખનું એકસાથે રોકાણ કરવામાં આવ્યું હોત તો આજે તે રકમ વધીને રૂ. 15.84 લાખ થઈ ગઈ હોત.

Share.
Exit mobile version