રાજ્યમાં અવારનવાર લવજેહાદના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આ વખતે લવજેહાદ થાય તે પહેલાં જ બજરંગ દળે એક વિધર્મીનો પર્દાફાશ કરી નાંખ્યો છે. આ વિધર્મી હિન્દુ નામ ધારણ કરી યુવતીઓને ફસાવતો હતો. ત્યારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિધર્મીનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, રેહાન નામનો વિધર્મી યુવક હિંદુ યુવતીઓને ફસાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. સોશિયલ મીડિયામાં તે હિંદુ નામ ધારણ કરી હિંદુ યુવતીઓને ફસાવતો હતો.

આરોપી રેહાન હિંદુ યુવતીઓને ૫૦ હજાર રૂપિયા અને ૧ લાખ રૂપિયામાં મોડેલિંગની ઓફર આપી ફસાવતો હતો. આ ઉપરાંત તે ઓફર આપી વોટ્‌સએપ દ્વારા યુવતીઓના બિભત્સ ફોટા મંગાવતો હતો અને ત્યારબાદ યુવતીઓને બ્લેકમેઇલ કરતો હતો. આ મામલે દીકરીના માતાપિતાએ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળને ફરિયાદ કરી હતી. તેને લઈને વિશ્વ હિંદુ પરિષદ સહિત બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં જઈને વિધર્મીને સમજાવ્યો હતો, પરંતુ વિધર્મી ખૂબ જ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલે અડાજણ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેટલું જ નહીં, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિધર્મી યુવકને મેથીપાક ચખાડ્યો હતો. આ ઉપરાંત પોલીસને સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Share.
Exit mobile version