Reliance Home Finance case : નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) એ રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં પ્રોફેશનલ અને ઓડિટ સંબંધિત અનિયમિતતાઓ માટે ઓડિટ કંપની અને બે ઓડિટર પર કુલ રૂ. 1.6 કરોડનો દંડ લાદ્યો છે. NFRAએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19 માટે ઓડિટ કામમાં ગેરરીતિઓ બદલ ઓડિટ કંપની ધીરજ એન્ડ ધીરજ પર 1 કરોડ રૂપિયા, પીયૂષ પટણી પર 50 લાખ રૂપિયા અને પવન કુમાર ગુપ્તા પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
પટણી અને ગુપ્તા બંને મુંબઈ સ્થિત ઓડિટ ફર્મ ધીરજ એન્ડ ધીરજમાં ભાગીદાર છે. વધુમાં, નાણાકીય રિપોર્ટિંગ રેગ્યુલેટરે પટની અને ગુપ્તાને ઑડિટર તરીકે નિયુક્ત કરવામાં અથવા નાણાકીય નિવેદનો અથવા આંતરિક ઑડિટના સંબંધમાં અનુક્રમે પાંચ વર્ષ અને ત્રણ વર્ષ માટે કોઈપણ ઑડિટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કેસ વર્ષ 2018-19 માટે રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) ના ઓડિટમાં અનિયમિતતાઓને લગતો છે.