બનાસકાંઠાના લાખણીમાં ઝેરી દવા પી જતા સારવાર હેઠળ રહેલી કિશોરીનુ મોત નિપજ્યુ છે. કિશોરી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. કિશોરી એક યુવકના સંપર્કમાં આવી હતી. જે યુવકે બર્થડે પાર્ટીના બહાને કિશોરીની અશ્લીલ તસ્વીરો લઈ લીધી હતી. જેના બાદ યુવકે કિશોરીની અશ્લીલ તસ્વીરો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. જેનાથી કંટાળી જઈને કિશોરીએ આખરે ઝેરી દવા પી જઈને મોતને વહાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો.
બનાસકાંઠાના લાખણીમાં ઝેરી દવા પી જતા સારવાર હેઠળ રહેલી કિશોરીનુ મોત નિપજ્યુ છે. કિશોરી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. કિશોરી એક યુવકના સંપર્કમાં આવી હતી. જે યુવકે બર્થડે પાર્ટીના બહાને કિશોરીની અશ્લીલ તસ્વીરો લઈ લીધી હતી. જેના બાદ યુવકે કિશોરીની અશ્લીલ તસ્વીરો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. જેનાથી કંટાળી જઈને કિશોરીએ આખરે ઝેરી દવા પી જઈને મોતને વહાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ કિશોરીને સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન કિશોરીનુ મોત નિપજ્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે.
કિશોરીના મોત બાદ હવે દિયોદર પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ આધારે હવે કાર્યવાહી શરુ કરી છે. પોલીસે આરોપી યુવકને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. યુવક પાસે રહેલ અશ્લીલ તસ્વીરોની પણ પોલીસે તપાસ કરવા માટેની દિશામાં કાર્યવાહી શરુ કરી છે. આ ઉપરાંત યુવકને કોણે અને કેવી મદદ કિશોરીને પરેશાન કરવામાં કરી હતી એ પણ ચકાસવામાં આવશે.