Cricket news : India vs England 2nd Test: ભારતે આખરે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં તેની પ્રથમ જીત નોંધાવી છે. ચોથી ઈનિંગમાં 399 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 292 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 106 રને જીત મેળવી હતી. આ સાથે સીરીઝ હવે 1-1 થી બરાબર થઈ ગઈ છે. પરંતુ મેચ બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના વખાણ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ પણ ભારતીય ચેમ્પિયન બોલર જસપ્રિત બુમરાહના વખાણ કર્યા હતા. બુમરાહે પોતાની શાનદાર બોલિંગથી મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગ પર ઈંગ્લેન્ડ અને ભારતના કેપ્ટને શું કહ્યું અમે તમને જણાવીએ.
જસપ્રીત બુમરાહ ચેમ્પિયન બોલર છે- રોહિત
બીજી ટેસ્ટમાં ભારતને શાનદાર જીત અપાવનાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ વિશાખાપટ્ટનમમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. બુમરાહની બોલિંગ કોઈ પણ ઈંગ્લિશ બેટ્સમેનની સમજની બહાર હતી. બુમરાહે પ્રથમ દાવમાં 6 વિકેટ લીધી હતી, તો બીજી ઈનિંગમાં બુમરાહે 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. બુમરાહની શાનદાર બોલિંગ પર કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે વિશાખાપટ્ટનમની પિચ બેટિંગ માટે ઉત્તમ હતી, પરંતુ બુમરાહે જે રીતે બોલિંગ કર્યું તે શાનદાર હતું. બુમરાહ તેની રમતને સારી રીતે સમજે છે. જોકે, બુમરાહે તેની કારકિર્દીમાં ઘણી લાંબી મજલ કાપવાની છે.
બુમરાહની શાનદાર બોલિંગના આધારે જ ભારત ઈંગ્લેન્ડની બેઝબોલને જડબાતોડ જવાબ આપી શક્યું હતું. જસપ્રિત બુમરાહની બોલિંગનો ઈંગ્લેન્ડના બેટ્સમેન પાસે કોઈ જવાબ નહોતો. મેચ હાર્યા બાદ બેન સ્ટોક્સ પણ જસપ્રીત બુમરાહના વખાણ કરતા જોવા મળ્યા હતા. બુમરાહની બોલિંગ પર સ્ટોક્સે કહ્યું કે તે એક શાનદાર બોલર છે, તેણે શાનદાર બોલિંગ કરી. બુમરાહ બાદ સ્ટોક્સે જેમ્સ એન્ડરસનની ખૂબ પ્રશંસા કરી હતી. એન્ડરસન અંગે સ્ટોક્સે કહ્યું કે જેમ્સ એન્ડરસન એક શાનદાર બોલર છે.
સિરીઝ 1-1 થી બરાબર
હૈદરાબાદ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને 28 રને હરાવ્યું હતું. જે બાદ ભારતીય ટીમે વિશાખાપટ્ટનમમાં 106 રનના વિશાળ માર્જિનથી જીત મેળવી અને હવે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. બીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે પ્રથમ દાવમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. યશસ્વી બાદ બીજી ઈનિંગમાં શુભમન ગીલે પણ 13 ઈનિંગ બાદ પ્રથમ સદી ફટકારી હતી. ત્રીજા નંબર પર ગિલની આ પ્રથમ સદી છે. હવે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાશે.