Cricket news : India vs England 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લિશ ટીમના પૂર્વ કેપ્ટન જો રૂટે સચિન તેંડુલકરનો એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 6 મહિના પછી “રેડ બોલ” ક્રિકેટમાં વાપસી કરી રહેલો જો રૂટ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. પહેલા આ રેકોર્ડ “ગોડ ઓફ ક્રિકેટ” સચિન તેંડુલકરના નામે હતો, પરંતુ ભારત સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 10 રનનો આંકડો પાર કરતાની સાથે જ તે આ યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે.
ભારત સામે જો રૂટનું પ્રદર્શન
ઇંગ્લેન્ડ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે ભારત સામેની પ્રથમ ઇનિંગમાં 10 રનના આંકને સ્પર્શતાની સાથે જ તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો. હવે જો રૂટ 47 ઇનિંગ્સમાં 2555 રન સાથે ભારત સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રૂટ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો જેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં 2535 રન બનાવ્યા હતા.
જો રૂટ 1 રન મેગા રેકોર્ડથી દૂર છે.
હૈદરાબાદમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં જો રૂટ તેની બેટિંગથી ખાસ પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો. રૂટ પ્રથમ દાવમાં 60 બોલનો સામનો કરીને માત્ર 29 રન જ બનાવી શક્યો હતો, પરંતુ તેની 29 રનની ઇનિંગને કારણે તેણે હવે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. પોન્ટિંગે ભારત સામે 51 ઇનિંગ્સમાં 2555 રન બનાવ્યા છે, જ્યારે જો રૂટે માત્ર 47 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો છે. હવે બીજા દાવમાં 1 રન બનાવતાની સાથે જ તે ભારત સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની જશે.
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટમાં સૌથી વધુ રન
.જો રૂટ- 2555 રન
.સચિન તેંડુલકર- 2535 રન
.સુનીલ ગાવસ્કર- 2483 રન
.એલિસ્ટર કૂક- 2431 રન
.વિરાટ કોહલી- 1991 રન