IND vs SL:  ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ કોલંબોમાં રમાશે. જેના માટે બંને ટીમોએ કમર કસી લીધી છે. આ સીરીઝમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ પણ વનડે ટીમમાં વાપસી કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયા પાસે હવે ODI શ્રેણી માટે બે વિકેટકીપર બેટ્સમેન છે. જેમાં રિષભ પંત અને કેએલ રાહુલનો સમાવેશ થાય છે. પંત શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં પણ રમતા જોવા મળ્યો હતો. IPL 2024 થી, પંતને સતત T20 ક્રિકેટમાં રમવાની તક મળી રહી છે. હવે પંતને વનડે શ્રેણીમાં તક મળશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.

રોહિત પંતને આઉટ કરી શકે છે.

પંત માટે પ્રથમ વનડેની પ્લેઈંગ ઈલેવનમાં તક મળવી મુશ્કેલ માનવામાં આવે છે. વાસ્તવમાં, જ્યારે પંત અકસ્માત બાદ લગભગ 14 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર હતો ત્યારે કેએલ રાહુલે ટીમમાં વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકા ખૂબ જ શાનદાર રીતે નિભાવી હતી. હવે ODI ટીમમાં પરત ફર્યા બાદ કેએલ રાહુલની તકો વધુ માનવામાં આવે છે કે કેપ્ટન રોહિત શર્મા પંતને પ્લેઈંગ ઈલેવનમાંથી હટાવીને KLને લાવી શકે છે.

આ ખેલાડી ડેબ્યૂ કરી શકે છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ વનડે શ્રેણીમાંથી આરામ લીધો છે. જે બાદ એવી આશા રાખવામાં આવી રહી છે કે પ્લેઇંગ ઇલેવનમાં રિયાન પરાગનો સમાવેશ કરીને તેને વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ટી-20 સિરીઝ માટે રિયાન પરાગને પણ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું પ્રદર્શન યોગ્ય હતું. જો કે ટીમમાં અન્ય ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબે પણ હાજર છે, પરંતુ રિપોર્ટ અનુસાર દુબેની તકો ઘણી ઓછી માનવામાં આવી રહી છે.

T20 બાદ હવે ODIનો વારો.

ગૌતમ ગંભીરના કોચિંગ અને સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટી20 શ્રેણી 3-0થી જીતી હતી. જે બાદ હવે રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકાને વનડે શ્રેણીમાં પણ ક્લીન ફાઈનલ કરવા ઈચ્છશે.

Share.
Exit mobile version