એશિયન ગેમ્સ ૨૦૨૩ના સાતમાં દિવસે ભારતીય એથ્લીટોનું શાનદાર પ્રદર્શન યથાવત છે. સાતમાં દિવસની શરૂઆતમાં ભારતને શૂટિંગમાં સિલ્વર મળ્યો હતો. ત્યારબાદ ભારતીય ટેનિસ જાેડી રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ ભારતને સાતમાં દિવસનો પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. હવે ભારતીય મેન્સ ટીમે સ્ક્વોશમાં પાકિસ્તાનને ૨-૧થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મેન્સ સ્ક્વોશ ઇવેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત ટક્કર જાેવા મળી હતી. પાકિસ્તાને પ્રથમ મેચ જીતી હતી જાે કે બીજી મેચમાં ભારતે વાપસી કરી જીત નોંધાવી હતી. અભયે ત્રીજા સેટમાં પાછળ હોવા છતાં જબરદસ્ત વાપસી કરી અને ૪ પોઈન્ટ્સ લઇ સેટ પોતાના નામે કર્યો હતો. છેલ્લી મેચમાં અભય સિંહે પાકિસ્તાનના નૂરને હરાવીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ ભારતના ખાતામાં ૧૦મો ગોલ્ડ મેડલ આવી ગયો છે. હવે ભારતના ખાતામાં કુલ ૩૫ મેડલ થઇ ગયા છે.