Indian men’s : ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય પુરૂષ હોકી ટીમના સભ્યોનું શનિવારે (10 ઓગસ્ટ) સવારે પેરિસથી ભારત પરત ફરવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રોન્ઝ મેચમાં ભારતીય ટીમ ગુરુવારે (8 ઓગસ્ટ) સ્પેન સામે 2-1થી જીત મેળવવામાં સફળ રહી હતી. ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનો આ 13મો ઓલિમ્પિક મેડલ હતો.
ભારતીય હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં બે મેડલ વિજેતા શૂટર મનુ ભાકર સાથે ભારતના ધ્વજવાહક હશે. શ્રીજેશ, અમિત રોહિદાસ, રાજકુમાર પાલ, અભિષેક, સુખજીત સિંહ અને સંજય સમાપન સમારોહ પછી પરત ફરશે.
#WATCH | Indian Men's Hockey Team players celebrate as they arrive at Delhi airport after winning a bronze medal at the #ParisOlympics2024 pic.twitter.com/UN5edgVqIJ
— ANI (@ANI) August 10, 2024
ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર કેપ્ટન હરમનપ્રીત સિંહ અને ટીમનું ફૂલોના હાર અને ઢોલ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન હરમનપ્રીતે કહ્યું કે, અમને સંપૂર્ણ સમર્થન મળ્યું અને અમારી તમામ જરૂરિયાતો પૂરી થઈ. અમે તમારો આભાર માનવા માંગીએ છીએ.
OUR HOCKEY CHAMPS ARE BACK!💪🏼💪🏼🏑🏑
Fresh from their Olympic medal pursuit at the #Paris2024Olympics, our Indian Men's Hockey Team returned to an amazing welcome at the Indira Gandhi Airport, New Delhi. 🥹🥹
The consecutive medallists have emulated their predecessors from 52… pic.twitter.com/hfQ97j4nqc
— SAI Media (@Media_SAI) August 10, 2024
તેણે આગળ કહ્યું, “આ હોકી માટે એક મોટી ઉપલબ્ધિ છે. આ પ્રેમથી અમારી જવાબદારી વધી છે. હરમનપ્રીતે પેરિસ ઓલિમ્પિકમાં સૌથી વધુ 10 ગોલ કર્યા બાદ અમે દરેક વખતે મેડલ જીતીને વાપસી કરવાનો પ્રયાસ કરીશું.
#WATCH | Indian Men's Hockey Team players arrive at Major Dhyanchand National Stadium, New Delhi
Indian Hockey Team won a bronze medal at the #ParisOlympics2024 pic.twitter.com/s95bjdRnJW
— ANI (@ANI) August 10, 2024
તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિક ભારતીય પુરુષ હોકી ટીમ માટે યાદગાર બની ગયું છે. વાસ્તવમાં, ઓલિમ્પિકના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત છે જ્યારે ટીમે સતત બે સિઝનમાં મેડલ જીત્યા હોય. આ પહેલા દેશે 1972માં મ્યુનિકમાં આ કરિશ્માઈ સિદ્ધિ હાંસલ કરી હતી.