Indian Railway
Indian Railways: IRCTC, જે ભારતીય રેલ્વે હેઠળ આવે છે, જણાવ્યું હતું કે દર મહિને એક વપરાશકર્તા 12 ટિકિટ બુક કરી શકે છે અને આધાર સાથે વેરિફિકેશન કર્યા પછી, 24 ટિકિટ બુક કરી શકાય છે.
IRCTC Update: ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ IRCTC એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચારને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ અટકોને કારણે ઈ-ટિકિટ બુક કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. IRCTCએ આવા ખોટા સમાચાર ફેલાવવાથી બચવાની સલાહ આપી છે. તેના સ્પષ્ટીકરણમાં, IRCTCએ કહ્યું, તેની સાઇટ પર ટિકિટ બુકિંગ રેલવે બોર્ડની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે.
વાસ્તવમાં, આવી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈની અટક અલગ છે, તો તે IRCTC વેબસાઇટ પર અલગ અટક ધરાવતા વ્યક્તિ માટે તેના ટિકિટ બુકિંગ એકાઉન્ટમાંથી ટિકિટ બુક કરી શકશે નહીં અથવા એપ્લિકેશન અને અન્ય અટક સાથે ટિકિટ બુક કરાવવા પર પણ સજા થઈ શકે છે. આ સમાચાર વાયરલ થયા પછી, IRCTCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું.
The news in circulation on social media about restriction in booking of e-tickets due to different surname is false and misleading. pic.twitter.com/xu3Q7uEWbX
— IRCTC (@IRCTCofficial) June 25, 2024
IRCTCએ તેની પોસ્ટમાં જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ તેના યુઝર આઈડીથી તેના મિત્રો, પરિવારના સભ્યો અને સંબંધીઓ માટે ટિકિટ બુક કરાવી શકે છે. દર મહિને યૂઝર 12 ટિકિટ બુક કરી શકે છે. જો યુઝર તેની ઓળખ આધાર દ્વારા વેરિફાઈડ સાબિત કરે છે, તો તે દર મહિને 24 ટિકિટ બુક કરી શકશે. માત્ર IRCTC જ નહીં, ભારતીય રેલવેના પ્રવક્તાએ પણ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં આ સમાચારને ભ્રામક ગણાવ્યા છે.
નિયમો શું છે?
IRCTCએ કહ્યું કે પર્સનલ યુઝર આઈડી દ્વારા બુક કરવામાં આવેલી ટિકિટને કોમર્શિયલ રીતે વેચી શકાતી નથી અને આમ કરવું ગુનો છે. જો આમ કરતા જોવા મળે તો રેલવે એક્ટ, 1989ની કલમ 143 હેઠળ કડક કાર્યવાહીની જોગવાઈ છે.