Indigo :  દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોએ ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે જોડાયેલા એક મામલામાં શેરબજારમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. કંપનીએ કહ્યું છે કે તે ITC સંબંધિત રૂ. 3,50,299નો દંડ લાદતા બે આદેશોને પડકારશે. નોંધનીય છે કે ઓડિશામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સંબંધિત એક કેસમાં ઈન્ડિગો પર 1,77,046 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઈન્ડિગોની પેરન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશને સ્ટોક એક્સચેન્જને કરેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “અપીલેટ ઓથોરિટીએ કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે અને નાણાકીય વર્ષ 2017-18 માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની માંગને સમર્થન આપ્યું છે.”

કેરળમાં પણ કંપની પર 1.73 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કંપનીએ કહ્યું કે તે એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ આદેશને પડકારવાની પ્રક્રિયામાં છે. અન્ય એક કેસમાં કેરળમાં કંપની પર 1,73,253 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટેક્સ ઓથોરિટીએ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અંગેના તેમના દાવાને ફગાવી દીધો છે. આ કિસ્સામાં, કંપનીએ કહ્યું કે તે યોગ્ય એપેલેટ ઓથોરિટી સમક્ષ ઓર્ડરને પડકારવાની પ્રક્રિયામાં છે.

Share.
Exit mobile version