IndiGo
IndiGo: આમાં મુસાફરો 23 જાન્યુઆરીથી 30 એપ્રિલ 2025 સુધીની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકે છે. ડોમેસ્ટિક ટ્રાવેલનું ભાડું 1,199 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ભાડું 4,499 રૂપિયાથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં, તમારા માટે આ એક મોટી તક છે. આ ઉપરાંત, ઈન્ડિગો કેટલાક 6E એડ-ઓન પર 15% સુધીની બચત પણ ઓફર કરી રહી છે.
આમાં પ્રીપેડ એક્સેસ બેગેજ વિકલ્પો (15kg, 20kg, અને 30kg), માનક સીટ પસંદગી અને ઈમરજન્સી XL સીટોનો સમાવેશ થાય છે. આ એડ-ઓન્સની કિંમત ડોમેસ્ટિક ફ્લાઇટ માટે રૂ. 599 અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે રૂ. 699 થી શરૂ થાય છે. IndiGo એ તમારા બુકિંગ પર વધુ બચત માટે ફેડરલ બેંક સાથે સહયોગ કર્યો છે.
જો તમે ફેડરલ બેંક ક્રેડિટ કાર્ડથી બુક કરો છો, તો તમને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર 15% અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 10% ડિસ્કાઉન્ટ મળશે. આ ઑફર 31 ડિસેમ્બર, 2024 સુધી માન્ય છે. જો તમે પણ રજાનું આયોજન કરી રહ્યા છો તો આ યોગ્ય સમય છે. ટિકિટ બુકિંગ માટે તમે ઈન્ડિગોની વેબસાઈટ પર જઈ શકો છો.