Indo Farm Equipment IPO

Indo Farm Equipment IPO: ટ્રેક્ટર અને એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટનો IPO આજે એટલે કે 31 ડિસેમ્બર મંગળવારના રોજ ખુલ્યો. આ IPO 2 જાન્યુઆરી, ગુરુવારે બંધ થશે. ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ આ આઈપીઓથી રૂ. 260.15 કરોડ એકત્ર કરશે. 1,21,00,000 શેરોમાંથી, કંપની રૂ. 184.90 કરોડના 86,00,000 નવા શેર અને રૂ. 75.25 કરોડના મૂલ્યના 35,00,000 શેર ઓફર ફોર સેલ (OFS) દ્વારા જારી કરશે.

આ એક મેઈનબોર્ડ IPO છે, જે BSE અને NSE બંને પર લિસ્ટ થશે. ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટે તેના IPO હેઠળ દરેક શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 204 થી રૂ. 215 નક્કી કરી છે. રિટેલ રોકાણકારો આ IPOમાં એક લોટમાં 69 શેર માટે અરજી કરી શકે છે, જેના માટે તેમણે ઓછામાં ઓછા 14,835 રૂપિયાનું રોકાણ કરવું પડશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરીને રૂ. 1,92,855 સુધીનું રોકાણ કરી શકે છે.

ગુરુવાર, 2 જાન્યુઆરીએ IPO બંધ થયા બાદ શેરની ફાળવણી 3 જાન્યુઆરીએ કરવામાં આવશે. જે રોકાણકારોને શેર નહીં મળે તેમને 6 જાન્યુઆરી સુધીમાં રિફંડ મળશે. શેર 6 જાન્યુઆરીએ જ તેમના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને કંપની 7 જાન્યુઆરીએ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટના શેરને ગ્રે માર્કેટમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મંગળવારે, 31 ડિસેમ્બરે, ગ્રે માર્કેટમાં આ શેર્સની કિંમત 80 રૂપિયા (37.21 ટકા પ્રીમિયમ) હતી. આ કિંમત 29 ડિસેમ્બરથી સ્થિર છે, પરંતુ તેના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં IPOની શરૂઆત અને શેરબજારમાં લિસ્ટિંગ દરમિયાન વધઘટ થઈ શકે છે.

 

Share.
Exit mobile version