Infosys

Infosys Q1 Results Update: પ્રથમ ક્વાર્ટરમાં ઈન્ફોસિસના હેડકાઉન્ટમાં ઘટાડો થયો છે અને તે ઘટીને 3,15,332 પર આવી ગયો છે. કંપની 20,000 જેટલા ફ્રેશર્સને હાયર કરશે.

Infosys Q1 Results: દેશની બીજી સૌથી મોટી IT કંપની, Infosys એ નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન, ઇન્ફોસિસનો નફો 7.1 ટકા વધીને રૂ. 6368 કરોડ થયો છે, જે ગયા નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 5945 કરોડ હતો. જોકે, નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરની સરખામણીમાં નફો ઘટ્યો છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીએ ટેક્સ રિફંડને કારણે 7975 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. કંપનીની આવક પહેલા ક્વાર્ટરમાં 3.6 ટકા વધીને રૂ. 39,315 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 37,933 કરોડ હતી.

કંપનીના એમડી અને સીઈઓ સલિલ પરીખે ઈન્ફોસિસના ત્રિમાસિક પરિણામો પર જણાવ્યું હતું. નાણાકીય વર્ષ 2024-25એ મજબૂત અને વ્યાપક-આધારિત વૃદ્ધિ, ઓપરેટિંગ માર્જિનમાં વિસ્તરણ, પ્રભાવશાળી મેગા ડીલ્સ અને અત્યાર સુધીની સૌથી વધુ રોકડ જનરેશન સાથે શાનદાર શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે, આ બહેતર સર્વિસ ઑફરિંગ, ક્લાયન્ટનો વિશ્વાસ અને સાતત્યપૂર્ણ અમલનું પરિણામ છે. કર્ણાટકમાં સ્થાનિક લોકોને આરક્ષણ આપવાના પ્રશ્ન પર, ઇન્ફોસિસના સીઇઓએ કહ્યું, અમે ખાતરી કરીશું કે નવા નિયમોનું પાલન થાય.

ઇન્ફોસિસે આવકનું માર્ગદર્શન વધાર્યું છે જે બજારને ખુશ કરી શકે છે. નાણાકીય વર્ષ 2024-25 માટે રેવન્યુ ગાઈડન્સ વધારીને 3-4 ટકા કરવાનો અંદાજ છે. ઈન્ફોસિસે $4.1 બિલિયનના TCVના મહત્તમ 34 સોદા જીત્યા છે.

નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇન્ફોસિસના હેડકાઉન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં, હેડકાઉન્ટમાં 1908નો ઘટાડો થયો છે અને કંપનીમાં કુલ હેડકાઉન્ટની સંખ્યા ઘટીને 3,15,332 થઈ ગઈ છે. આ સતત છઠ્ઠું ક્વાર્ટર છે જ્યારે ઇન્ફોસિસમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ફોસિસે સંકેત આપ્યો છે કે આ વર્ષે કંપની 15,000 થી 20,000 પ્રોફેશનલ્સની ભરતી કરશે.

બજાર બંધ થયા બાદ ઈન્ફોસિસના ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા એક મહિનામાં ઈન્ફોસિસના શેરમાં 17.34 ટકાનો અદભૂત વધારો જોવા મળ્યો છે. આજના સેશનમાં શેર 1.93 ટકાના ઉછાળા સાથે રૂ. 1759.15 પર બંધ થયો હતો.

Share.
Exit mobile version