IPL 2024: Rishabh Pant : ભારતનાવિસ્ફોટક બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માતના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર હતો. હવે IPL 2024 પહેલા, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર એક મોટું અપડેટ આવ્યું છે. BCCIએ પંતને લઈને સૌથી મોટું અપડેટ જાહેર કર્યું છે. BCCIએ કહ્યું કે ઋષભ પંત 14 મહિના પછી સ્વસ્થ થવામાં સફળ થયો છે. BCCIએ ઋષભ પંતને IPL 2024 માટે ફિટ વિકેટકીપર બેટ્સમેન તરીકે જાહેર કર્યો છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે પંત હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે મેદાનમાં પરત ફરશે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પંત આઈપીએલ 2024માં વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે.
ભારતના વિસ્ફોટક બેટ્સમેન ઋષભ પંતની કાર 30 ડિસેમ્બર 2022ના રોજ અકસ્માતનો ભોગ બની હતી. ખેલાડીઓ નવા વર્ષની ઉજવણી કરવા માટે તેમના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમનો અકસ્માત થયો. જેના કારણે કરોડો ભારતીય ચાહકો ટેન્શનમાં હતા. આ કાર અકસ્માતની તસવીર પણ ખૂબ જ ભયાનક હતી. હવે 14 મહિનાના લાંબા અંતરાલ પછી, પંત પુનરાગમન કરવા માટે તૈયાર છે. આ માત્ર દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે જ નહીં પરંતુ ભારતીય ટીમના કરોડો ચાહકો માટે પણ સારા સમાચાર છે. પંત હવે ટી20 વર્લ્ડ કપ 2024માં પણ ભારતીય ટીમ તરફથી રમતા જોવા મળી શકે છે.