IRCTC
IRCTC:ભારતીય રેલ્વે ટૂંક સમયમાં એક ‘સુપર એપ’ લોન્ચ કરવા જઈ રહી છે, જે ટ્રેન મુસાફરોને એક જ જગ્યાએ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. આ નવી એપ દ્વારા મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરી શકશે, પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકશે, ટ્રેનના સમય વિશે માહિતી મેળવી શકશે અને અન્ય ઘણી સુવિધાઓનો લાભ મેળવી શકશે.આ ‘સુપર એપ’નો ઉદ્દેશ્ય ઘણી બધી એપને એક જગ્યાએ એકઠી કરવાનો છે. હાલમાં,
ટ્રેનની ટિકિટ બુક કરવા માટે IRCTC રેલ કનેક્ટ, ફૂડ ઓર્ડર કરવા માટે IRCTC eCatering, પ્રતિસાદ આપવા માટે Rail Madad, UTS અને ટ્રેનની માહિતી માટે નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ જેવી વિવિધ એપ્સનો ઉપયોગ કરવો પડશે. પરંતુ નવી એપથી મુસાફરોની તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આ એપ આવતા વર્ષથી લોન્ચ થઈ શકે છે.
IRCTC સુપરએપ ખોલવા પર, મુસાફરોને બે વિકલ્પો દેખાશે: પેસેન્જર અને ફ્રેઈટ. મુસાફરો તેમની જરૂરિયાતો અનુસાર આમાંથી કોઈપણ એક પસંદ કરી શકે છે. તે ફ્લાઇટ બુકિંગ, કેબ, હોટેલ, આરક્ષિત ટિકિટ બુકિંગ, અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ, ટૂર પેકેજ બુકિંગ જેવી ઘણી સેવાઓ પ્રદાન કરશે. આ ઉપરાંત ઈ-કેટરિંગ, રિટાયરિંગ રૂમ અને એક્ઝિક્યુટિવ લાઉન્જ બુકિંગની સુવિધા પણ આ એપ દ્વારા ઉપલબ્ધ થશે.