આતંકવાદી જૂથ હમાસ દ્વારા અચાનક હુમલા બાદ ઈઝરાયેલમાં મૃત્યુઆંક ૬૦૦ને પાર કરી ગયો છે. ઘણા ઇઝરાયેલ મીડિયા આઉટલેટ્‌સે આ અપડેટ આપ્યું છે. કોન પબ્લિક બ્રોડકાસ્ટર, ચેનલ ૧૨, હારેટ્‌ઝ અને ટાઇમ્સ ઑફ ઇઝરાયેલ દ્વારા રવિવારે મૃત્યુની આ સંખ્યાની જાણ કરવામાં આવી હતી. તે જાણીતું છે કે શનિવારે વહેલી શરૂ થયેલી લડાઈ પછી, મૃત્યુની સંખ્યા પર ઇઝરાયેલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં ૩૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે. જાે કે, તેમાં લડવૈયાઓ અને નાગરિકો વચ્ચે ભેદનો ભેદ સામે આવ્યો નથી. અહેવાલ મુજબ ઈઝરાયલે પણ જવાબી કાર્યવાહીમાં હમાસના આતંકવાદીઓ પર તબાહી મચાવી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલે હમાસ વિરુદ્ધ પોતાની ટેન્ક ઉતારી દીધી છે. આ ટેન્કોને દક્ષિણના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

ઇઝરાયલી સૈન્યએ વિવાદિત વિસ્તારમાં હિઝબુલ્લાહના સ્થાનો પર પણ ડ્રોન હુમલા શરૂ કરીને બદલો લીધો છે. આ વિસ્તાર ઇઝરાયલ, લેબનોન અને સીરિયા સાથે જાેડાયેલો છે. ઈઝરાયેલના એક અધિકારીએ જણાવ્યું કે સેનાએ ૪૦૦ આતંકીઓને ઠાર કર્યા છે અને ઘણા આતંકીઓને પકડી લેવામાં આવ્યા છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે ગાઝામાં ૪૨૬ લક્ષ્યો પર હુમલો કર્યો અને મોટા વિસ્ફોટો સાથે ઘણી રહેણાંક ઇમારતોને નષ્ટ કરી દીધી. આ રીતે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ૨ દિવસમાં ૧૦૦૦ લોકોના મોત થયા છે અને સ્થિતિ વણસી રહી છે. યુનાઈટેડ નેશન્સે અહેવાલ આપ્યો છે કે ઈઝરાયેલના હવાઈ હુમલાના કારણે ગાઝામાં પેલેસ્ટાઇનના ૧,૨૩,૦૦૦ લોકો બેઘર થઈ ગયા છે. લગભગ ૭૪ હજાર લોકોએ સ્કૂલોમાં આશરો લીધો છે. હમાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે જૂથે ૧૦૦થી વધુ લોકોને બંધક બનાવ્યા છે.

આમાં ઈઝરાયેલ સેનાના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે. ઈરાનનું ટોચનું નેતૃત્વ હમાસને સતત સમર્થન આપી રહ્યું છે. રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઇસીએ હમાસના હુમલાને પેલેસ્ટાઇનના સૈનિકો અને પેલેસ્ટાઇનના જૂથોની જીત ગણાવી છે. વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ-અહ્યાને ઈઝરાયેલ-ગાઝામાં થઈ રહેલી હિંસાને વર્ષોથી ચાલી રહેલા અત્યાચાર અને અપરાધોની પ્રતિક્રિયા તરીકે ગણાવી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સએ કહ્યું છે કે તેણે હમાસના મુખ્ય સ્થાનો પર બોમ્બમારો કર્યો છે. આમાં જબાલિયા વિસ્તારમાં એક ધાર્મિક સ્થળનો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ હમાસ લડવૈયાઓ કરી રહ્યા હતા. હમાસની નૌકાદળ સાથે સંકળાયેલા મોહમ્મદ કાશ્તાની એક ઈમારત પણ ધ્વસ્ત થઈ ગઈ છે. ઈઝરાયેલ પર હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈમરજન્સી બેઠક યોજી હતી. યુનાઈટેડ નેશન્સે તેની વેબસાઈટ પર જાહેરાત કરી છે કે યુએન સિક્યુરિટી કાઉન્સિલ ૮ ઓક્ટોબરે મધ્ય પૂર્વની સ્થિતિ પર બંધ બારણે ઈમરજન્સી બેઠક યોજશે.

Share.

Leave A Reply

Exit mobile version