પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ૭ ઓક્ટોબરની સવારે હમાસે ઇઝરાયેલ તરફ લગભગ ૫,૦૦૦ રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે. ત્યારે ઈઝરાયલમાં સ્થાયી થયેલા ગુજરાતીએ ત્યાંની હાલની સ્થિતિ વર્ણવી છે. રાજકોટના સોનલબહેન ગેડિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે હાલમાં બધા નાગરિકો સુરક્ષિત છે. હમાસના આતંકીઓ રસ્તા પર લોકો પર હુમલો કરે છે.
ઈઝરાયલમાં સ્થાયી થયેલા ગુજરાતીએ યુદ્ધની હાલની સ્થિતિ વર્ણવી છે. રાજકોટના સોનલબહેન ગેડિયા ઈઝરાયલમાં સ્થાયી થયા છે. સોનલબેન ગેડિયાએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે હમાસના આતંકીઓ રસ્તા પર લોકો પર હુમલો કરે છે. હાલમાં બધા નાગરિકો સુરક્ષિત છે. હાલમાં ગાઝા તરફથી વિસ્ફોટના અવાજ આવે છે. ત્રાસવાદી સંગઠન રોડ ઉપર કોઈપણ દેશના નાગરિક પર હુમલો કરે છે. બાટીયમ સિટીમાં રાત્રે ધમાકા થયા હતા પરંતુ અત્યારે શાંતિ છે.
વધુમાં સોનલબહેન ગેડિયાએ કહ્યું કે, હાલમાં બધા નાગરિકો સુરક્ષિત જગ્યાએ છે. હાલમાં ગાઝા તરફથી ધડાકાના અવાજ આવી રહ્યા છે. મિસાઈલ પણ અત્યારે છોડવામાં આવી રહી છે. મુખ્ય માર્ગ તેમજ મુખ્ય બજાર ઉપર જવા ઇઝરાયલ સરકારે મનાઈ કરી છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં દરિંદગીની હદ વટાવી છે. ઈઝરાઈલમાં ઘુસ્યાં બાદ હમાસના આતંકીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, લોકોને ખુલ્લેઆમ ગોળી મારી રહ્યાં છે. તેમજ વિવિધ બિલ્ડિંગો પર હુમલાઓ પણ કરી રહ્યાં છે. આ યુદ્ધને લઈ દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ વણસી રહી છે, ત્યારે ઇઝરાયેલમાં વસતા ગુજરાતી મહિલાનો વીડિયો પરસેવો છોડાવી દે તેવો છે.