ભારત અને કેનેડા વિવાદ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. વોશિંગ્ટન ડીસીમાં હડસન ઈન્સ્ટીટ્યૂટમાં વાત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ જે આરોપ લગાવ્યા છે, તે પાયાવિહોણા છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘અમે અમેરિકન નેતાઓ જેક સુલિવન અને એન્ટની બ્લિંકનને કહ્યું કે, કેનેડા ઉગ્રવાદી તત્વોને આશરો આપે છે અને અમારા રાજદૂતો અસુરક્ષિત છે. કેનેડાની રાજનીતિની મજબૂરીઓના કારણે તેમને કેનેડામાં સંચાલનની જગ્યા આપવામાં આવી છે.
જયશંકરે ભારત-કેનેડા વિવાદ પર કહ્યું કે, કેનેડિયન વડાપ્રધાને પહેલા ખાનગી રીતે કેટલાક આરોપ લગાવ્યા અને અમે તેમને બંને રીતે ખાનગી અને જાહેર રીતે પ્રતિક્રિયા આપી. તેઓ જે આરોપ લગાવી રહ્યા હતા તે અમારી નીતિને અનુરુપ ન હતા. અમે કેનેડાની ધરતી પર આતંકવાદી ગતિવિધિઓ અંગે માહિતી આપી. પરંતુ કેનેડાએ કોઈ વિશેષ માહિતી ભારતની સાથે શેર ન કરી. કેનેડા આતંકવાદી ગતિવિધિઓ માટે સુરક્ષિત આશરો આપનારું બની ગયું છે. તેમણે પોતાની ઈન્ટરનેશનલ છાપ અંગે વિચારવાની જરૂર છે. સૌથી મોટો મુદ્દો કેનેડા અને પાકિસ્તાન દ્વારા નાણાકીય સહાય અને સમર્થિત આતંકવાદ છે. ટ્રુડોનું કહેવું છે કે, નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હોવાના પુરાવા છે. જાેકે, ટ્રુડોનો આ દાવો હવા સાબિત થઈ રહ્યો છે, કારણ કે હજુ સુધી કેનેડા તરફથી ભારતને એવા કોઈ પુરાવા સોંપવામાં નથી આવ્યા.
જયશંકરે કહ્યું કે, કેનેડા સાથે ઘણા વર્ષોથી વિખવાદ રહ્યો છે. જાેકે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન તેમાં વધારો થયો છે. તેમણે ભારત-રશિયાના સંબંધોને ખુબ અસાધારણ કરાર આપતા કહ્યું કે, બંને દેશો વચ્ચે સંબંધ ખુબ જ સ્થિર રહ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા ૭૦ વર્ષ દરમિયાન કેટલાક દેશોના ઈન્ટરનેશનલ સંબંધોમાં ઘણો ઉતાર-ચઢાવ જાેવા મળ્યો છે.
તેમણે કહ્યું કે, ટ્રુડોએ બ્રિટિશ કોલંબિયામાં ૧૮ જૂને થયેલી નિજ્જર હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આરોપ લગાવ્યા છે, જેના કારણે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે ૨૦૨૦માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને પાયાવિહોણા અને અંગત સ્વાર્થોથી પ્રેરિત બતાવીને ફગાવી દીધા છે. તેમણે આ મામલે એક ભારતીય અધિકારીને કેનેડાથી સસ્પેન્ડ કરાયા બાદ જવાબી કાર્યવાહી કરતા એક વરિષ્ઠ કેનેડિયન રાજદૂતને ભારતથી સસ્પેન્ડ કરી દેવાયા.