જામનગર ખાતે આવેલ દરેડ ગામના વિસ્તારમાંથી સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો હતો. રાજસ્થાની ગેંગ દ્વારા ગોડાઉન ભાડે રાખી દારૂનું વેચાણ કરાતું હતું. પોલીસે રૂપિયા ૨૨.૬૯ લાખની કિંમતનો પેટી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

જેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્‌યા હતા. રેન્જ આઈ જી અશોક કુમાર ચોંકી ઉઠ્‌યા હતા અને તમણે કડક કાર્યવાહી કરી જ્યાંથી ૫૪૦૦ બોટલ દારૂ પકડાયો તે વિસ્તારના PSI એમ. એ. મોરીને સસ્પેન્ડ કરી દીધા છે. જેને લઈને પોલીસ આલમમાં ચર્ચા જાગી છે. કેસની વિગત એવી હતી કે સ્ટેટ મોનિટરિંગ સેલ- ગાંધીનગરની ટીમ થોડા દિવસો અગાઉ રાજકોટમાંથી ૧૨૦ પેટી દારુનો જથ્થા સાથે એક રાજસ્થાનીને ઝડપી લીધો હતો. જેની તપાસમાં જામનગર પંથકમાં વધુ દારૂ સંતાડયો હોવાનું સામે આવ્યું હતું. વધુમાં રામનારાયણ અર્જુનસિંહ કે જે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે, અને હાલ સત્યમ પાર્ક એચ.આર. રોડ દરેડ- જામનગર કે જે દરેડ વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને તેમાં દારૂનો મસમોટો જથ્થો સંતાડી રાખ્યો છે.તેવી વિગતો બહાર આવતા જ ગત શનિવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પહોંચી હતી.

જ્યા તપાસમાં જામનગરના દરેડ વિસ્તારમાં ભવાની ફાર્મ નજીકના ૧૬૦ નંબરના પ્લોટ માં આવેલા એક્‌ ગોદામમાંથી જુદી જુદી બ્રાન્ડની રૂપિયા ૨૨,૬૯,૮૦૦ ની કિંમતનો ૫,૪૦૦ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. તપાસમાં રાજસ્થાનથી આવેલ દારૂ રાજસ્થાનના વતની અનિલ સાહૂ બિશ્નોઇ (ચિતલગાઢ દારૂનો ધંધો ચલાવનાર અને કટીંગ કરનાર મુખ્ય આરોપી), ગોગી જબરામ બિશ્નોઇ (રહે. રાજસ્થાનના સાચોર જિલ્લાના ચિત્તલ, દારૂની પ્રવૃત્તિ ચલાવનાર અને કટીંગ કરનાર મુખ્ય આરોપી) વધુમાં તેની સાથે મુકેશકુમાર સુખરામ હરલાલ ગોદારા કે જે મૂળ રાજસ્થાનના સાચોર જિલ્લાના સરવાના ગામનો વતની છે, અને તે દરેડમાં ભાડાના ગોડાઉનમાં દારૂનો જથ્થો સંગ્રહ કરી અને ડીલેવરીની કામગીરી કરે છે. તેવું સામે આવતા ચારેય આરોપીઓ સામે સ્થાનિક પોલીસમાં ગુન્હો દાખલ કરી તેને ફરારી જાહેર કર્યા હતા. બાદમાં તપાસ એલસીબીને સોંપાઈ હતી.

Share.
Exit mobile version