Jio

તમને Jioના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાનનો વિકલ્પ મળે છે. કંપનીએ હાલમાં જ એક નવો પ્લાન ઉમેર્યો છે, જે હવે આવનારી IPL સિઝન માટે ખાસ કરીને લોન્ચ કરવામાં આવ્યો છે.

મોટાભાગના Jioના પ્લાન સાથે JioHotstarનો લાભ માત્ર મોબાઈલ માટે જ આવે છે એટલે કે, JioHotstarનું સબ્સ્ક્રિપ્શન તમને રિચાર્જ પ્લાન સાથે મળે છે, તમે તેનો ઉપયોગ માત્ર ફોનમાં જ કરી શકો છો.

જોકે, Jioના નવા પ્લાનમાં આવું નથી. કંરપીએ નવો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં માત્ર 100 રૂપિયાના આ પ્લાનમાં તમને ડેટાની સાથે JoiHotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ સબસ્ક્રિપ્શન ટીવી અને મોબાઈલ બંને પર કામ કરશે.

જો કે, આ પ્લાનનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે બેઝ પ્લાન હોવો જરૂરી છે. જો તમારી પાસે બેઝ પ્લાન નથી, તો તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં. ઉપરાંત, બીજા અને ત્રીજા મહિનામાં તેની સુવિધા ચાલુ રાખવા માટે તમારે તમારા કનેક્શનને 48 કલાક માટે રિચાર્જ કરવું પડશે.

Jioના આ પ્લાનમાં તમને 5GB ડેટા અને 90 દિવસની વેલિડિટી માટે JioHotstarનું સબસ્ક્રિપ્શન મળશે. ડેટા લિમિટ સમાપ્ત થયા પછી, તમને 64Kbpsની ઝડપે ડેટા મળશે.

ધ્યાનમાં રાખો કે Jioનો આ પ્લાન માત્ર ડેટા અને OTT લાભો સાથે આવે છે. આમાં તમને કોલિંગ અને એસએમએસની સુવિધા નહીં મળે.

Share.
Exit mobile version