જૂનાગઢનો ઉપરકોટનાં કિલ્લાનાં લોકાર્પણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા. ૨૮ તારીખનાં રોજ મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરાશે. કિલ્લાને નવા રૂપરંગ સાથે ઉપરકોટનો કિલ્લો લોકો માટે ખુલ્લો મુકાશે. ત્યારે ઉપરકોટમાં આવેલ દરેક સ્થળોને નવો લૂક અપાયો છે. ત્યારે જૂનાગઢ નહિ પરંતું સમગ્રે દેશ અને વિદેશમાંથી આવતા પર્યટકો પણ આ કિલ્લાને નવા રૂપ રંગ સાથે જાેવા માટે ઉત્સુક છે. આ બાબતે સવાણી હેરિટેજ કંઝરવેશન પ્રાઈવેટ લિમિટેડનાં રાજેશ તોતલાનીએ જણાવ્યું હતું કે, ઉપરકોટની વાત કરીએ તો ટુરીઝમ કોર્પોરેશન દ્વારા અમારી કંપનીને આનું જીણોદ્ધારનું કામ સોંપ્યું હતું. તેમજ અમારી કંપની જીણોદ્ધારનાં ઘણા બધા કામ ભારતભરમાં કરી ચૂકી છે. અને આ પણ કામ લગભગ ત્રણેય વર્ષ ચાલ્યું હતું. તેમજ ગયા માર્ચ મહિનામાં કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું હતું. અહીંયા ઘણા બધા સ્મારકો છે. જેમકે અડી કડી વાવ છે, નવઘણ કૂવો છે, ધક્કા બારી છે તે બધા હવે નવા રૂપમાં બહુ સરસ દેખાય છે. તો બહુ જલ્દી આ કિલ્લો ખુલ્લો મુકાય જૂનાગઢની પ્રજા માટે તો ગુજરાતનાં પણ લોકો આવે, ભારતનાં પણ લોકો આવે એવી આશા સાથે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ.