Mharashera : બોલિવૂડ એક્ટર ગોવિંદા આજે એકનાથ શિંદેને મળ્યા હતા. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે અભિનેતા ગોવિંદા શિવસેનાની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી શકે છે. અહેવાલો અનુસાર, ગોવિંદા ઉત્તર-પશ્ચિમ મુંબઈ લોકસભા બેઠક પરથી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની ટિકિટ પર શિવસેના-યુબીટીના અમોલ કીર્તિકર સામે ચૂંટણી લડી શકે છે, જે શિંદે કેમ્પમાંથી વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, અભિનેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદે વચ્ચેની તાજેતરની બેઠક બાદ ગોવિંદાના રાજકારણમાં સંભવિત પ્રવેશ અંગેની અટકળોએ જોર પકડ્યું હતું. ગયા અઠવાડિયે યોજાયેલી આ બેઠકે ગોવિંદાના રાજકીય વાપસીની અફવાઓ તેજ કરી દીધી છે. એક અઠવાડિયામાં ગોવિંદાની એકનાથ શિંદે સાથે આ બીજી મુલાકાત હતી. બુધવારે શિંદે કેમ્પના પ્રવક્તા કૃષ્ણા હેગડે લોકપ્રિય અભિનેતાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
કરિશ્મા-કરિના કપૂર પણ ચૂંટણી લડશે.
મળતી માહિતી મુજબ, કરિશ્મા કપૂર અને તેની બહેન કરીના કપૂર ટૂંક સમયમાં એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે છે. એવા પણ સમાચાર છે કે સુપરસ્ટાર ગોવિંદાની સાથે કરિશ્મા અને કરીના પણ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે. આ ત્રણેય લોકસભાની ચૂંટણીમાં પણ લડી શકે છે. હકીકતમાં એકનાથ શિંદેની શિવસેના તરફથી ગોવિંદાની સાથે અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.