ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જામનગરના ખીજડીયા ગામને બેસ્ટ ટુરીઝમ વિલેજનો સિલ્વર એવોર્ડ આપવામાં આવ્યો છે. ખીજડીયા ગામને સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરીઝમ વિલેજ-૨૦૨૩નો એવોર્ડ એનાયત થતાં જામનગર જિલ્લાના અને ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે. મહત્વનું છે કે પ્રવાસન વિભાગ દ્વારા દેશના ૨૮ રાજ્યોના ૩૫ ગામડાઓને વિવિધ કેટેગરીમાં વિજેતા જાહેર કરીને એવોર્ડ આપવામાં આવ્યા છે.

ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા બેસ્ટ ટુરીઝમ વિલેજ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જે માટે આ વર્ષે કુલ દેશના ૮૫૦ કરતા વધુ ગામડાઓના સર્વે કરવામાં આવ્યા હતા. જે બાદ ૩૫ જેટલા ગામડાઓની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે હવે આ ૩૫ જેટલા ગામડાઓને વિવિધ કેટેગરીના એવોર્ડ આપવામાં આવ્યા છે. જેમાં જામનગરના ખીજડીયાને સિલ્વર એવોર્ડ (સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરીઝમ વિલેજ-૨૦૨૩) આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા જામનગરના ખીજડીયાને ‘પક્ષી અભ્યારણ્ય’ (ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી)ને કારણે ટુરીઝમ વિલેજની કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટ મુજબ, જામનગરના ખીજડીયામાં છેલ્લા એક વર્ષમાં ૪૧ હજારથી વધારે પ્રવાસીઓ આવી ચૂક્યા છે. જેના કારણે ૧૫૦૦થી વધારે સ્થાનિક લોકોને રોજગારી મળી છે. ખીજડીયા જામનગર શહેરથી માત્ર ૧૨ કિમી દૂર આવેલું છે. એકબાજુ પાણીના તળાવો અને બીજી બાજુ મીઠાના ખરા માર્શલેન્ડ્‌સ ધરાવતું હોવાથી આ અભ્યારણ્ય એક સુંદર સ્થળ છે.

અહીં શિયાળામાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે. દેશભરના અનેક લુપ્ત થતી પ્રજાતિના પક્ષીઓ માટે આ અભ્યારણ્ય ઘર સમાન બન્યું છે. દેશભરમાં ન જાેવા મળતા પક્ષી અહી જાેવા મળે છે.

Share.
Exit mobile version