અમેરિકાની સૌથી મોટા રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી ૬ મગર અને ૬ ઘડિયાળ ઈમ્પોર્ટ કરવા માંગે છે. આ માટે તેણે અમેરિકન સરકાર પાસે મંજૂરી માંગી છે. રેપ્ટાઈલ બેન્કનુ કહેવુ છે કે, આ પ્રજાતિઓને તે લુપ્ત થવા દેવા માંગતી નથી અને એટલા માટે તામિલનાડુથી તેને અમે્‌રિકા લાવવાની યોજના છે. આ મગર અને ઘડિયાળમાં ૫૦ ટકા નર અને ૫૦ ટકા માદા હશે. સરકારનુ કહેવુ છે .

કે, ફિનિક્સ હર્પેટોલોજિકલ સોસાયટી ભારતના તામિલનાડુમાંથી ૬ ઘડિયાળ અને ૬ મગર ઈમ્પોર્ટ કરવા માંગે છે અને આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. ફેડરેલ ગર્વમેન્ટે લોકો પાસે આ બાબતે સલાહ માંગી છે અને અભિપ્રાય આપવા માટે ૧૬ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. સરકારનુ કહેવુ છે કે, આ નોટિફિકેશન માત્ર એક વખત ઈમ્પોર્ટ માટેનુ છે. રેપ્ટાઈલ બેન્કની યોજના ઘડિયાળ અને મગરને ઈમ્પોર્ટ કરીને તેમની વસતી વધારવાની છે.

Share.

Leave A Reply

Exit mobile version