Passport
Passport: હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 માં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 85મા સ્થાને આવી ગયું છે. આ વર્ષના ડેટા અનુસાર, ભારતીય નાગરિકો વિઝા વિના 57 દેશોમાં પ્રવેશ કરી શકે છે. તે જ સમયે, સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી રહે છે, જેના નાગરિકો વિઝા વિના 195 દેશોમાં પ્રવેશ કરી શકે છે.
શ્રેષ્ઠ પાસપોર્ટનું રેન્કિંગ:
૧. સિંગાપોર (૧૯૫ દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ)
2. જાપાન (૧૯૩ દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ)
૩. ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, દક્ષિણ કોરિયા, સ્પેન (૧૯૨ દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ)
૪. ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન (૧૯૧ દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ)
૫. બેલ્જિયમ, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લૅન્ડ, યુકે (૧૯૦ દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ)
ભારતનો ક્રમ: ભારત ૮૫મા ક્રમે છે, જ્યારે ગયા વર્ષે તે ૮૦મા ક્રમે હતું.