OnePlus
જ્યારે પણ ફ્લિપ અથવા ફોલ્ડેબલ સ્માર્ટફોનની વાત કરવામાં આવે છે, ત્યારે પ્રથમ વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે સેમસંગનો સ્માર્ટફોન છે. આ સેગમેન્ટમાં સેમસંગનું જોરદાર વર્ચસ્વ છે. જોકે, સેમસંગ ટૂંક સમયમાં ફોલ્ડેબલ અને ફ્લિપ ફોન સેગમેન્ટમાં તેનું વર્ચસ્વ ગુમાવી શકે છે. કારણ કે અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlus ખૂબ જ જલ્દી પોતાનો ફ્લિપ ફોન લોન્ચ કરી શકે છે.
OnePlus હાલમાં તેના પ્રથમ ફ્લિપ ફોન Oneplus V Flip ફોન પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ સ્માર્ટફોનની સીધી સ્પર્ધા સેમસંગના Z સિરીઝના ફ્લિપ ફોન્સ સાથે થશે. ફ્લિપ સેગમેન્ટમાં વનપ્લસની એન્ટ્રી સેમસંગ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. Oneplus V Flip ઘણા દમદાર ફીચર્સ સાથે માર્કેટમાં દસ્તક આપી શકે છે.
તમને જણાવી દઈએ કે વનપ્લસ પહેલાથી જ ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી ચૂક્યું છે. OnePlus V Flip કંપનીનું બીજું ફોલ્ડેબલ ડિવાઇસ હશે. કંપની આ સ્માર્ટફોનને નવા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરી શકે છે. હાલમાં જ એક ચાઈનીઝ ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન દ્વારા આ અંગેનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. લીક્સ અનુસાર, વનપ્લસનો ફ્લિપ સ્ટાઈલ ફોલ્ડેબલ ફોન એપ્રિલ અને જૂન 2025 વચ્ચે લોન્ચ થઈ શકે છે.કંપનીએ
કહેવામાં આવી રહ્યું છે કે કંપની આવતા વર્ષે ડબલ બ્લાસ્ટ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની Oneplus V ફ્લિપની સાથે નેક્સ્ટ જનરેશન OnePlus Open 2 લોન્ચ કરી શકે છે. આ વખતે કંપની ફોલ્ડેબલ ફોનના હાર્ડવેર અને ડિઝાઇનમાં મોટા ફેરફાર કરી શકે છે. આ વખતે કંપની OnePlus Open 2માં વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે. આ સાથે, આ વખતે ફોલ્ડેબલ ફોન 5700mAh બેટરી સાથે ઓફર કરી શકાય છે.