યુપીના બુંદેલખંડને દેશની પહેલી વોટર યુનિવર્સીટીની ભેટ મળવા જઈ રહી છે. આ વિસ્તારના હમીરપુર જીલ્લામાં ૨૫ એકર જમીન વિસ્તારમાં દુનિયાની પહેલી વોટર યુનિવર્સીટી બનવા જઈ રહી છે. જેમાં દેશ અને દુનિયાના લોકો અહીં જળ સંરક્ષણના પાઠ શીખવા માટે આવશે. આ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી અને રિસર્ચર પાણીની અછતથી ઉત્પન્ન થતી સમસ્યાઓ માટે પ્રાચીન તેમજ આધુનિક ટેકનીકની મદદથી સમાધાન શોધવામાં આવશે. અહીં, યુજીસીના ધોરણો અનુસાર અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો હાથ ધરવામાં આવશે, જેમાં સંરક્ષણ અને જળ સંકટનો અભ્યાસક્રમો તરીકે સમાવેશ કરવામાં આવશે.
આ વોટર યુનિવર્સીટીની પહેલ હમીરપુર જીલ્લામાં રહેનાર અને સ્વીડનમાં પર્યવરણ વૈજ્ઞાનિક પ્રો. રવિકાંત પાઠક અને પદ્મશ્રીથી સન્માનિત જળયોદ્ધા ઉમાશંકર પાંડે દ્વારા કરવામાં આવી હતી. ભવિષ્યમાં પાણીની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવને પૂર્વ જીલ્લાધિકારી ડો. ચંદ્રભૂષણ દ્વારા ઉચ્ચ શિક્ષા વિભાગને આ મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રો. પાઠકે આ યુનિવર્સીટી માટે ૨૫ એકાદ જમીન દાનમાં આપી હતી.
પ્રો. આર. કે. પાઠક હમીરપુર જીલ્લાના રિરુઈ પર ગામના નિવાસી યુનિવર્સીટી ઓફ ગોવેનવર્ગ (સ્વીડન)માં પર્યાવરણ વિભાગના વૈજ્ઞાનિક છે. આ પ્રથમ યુનિવર્સિટી હશે, જ્યાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને પ્રાચીન અને આધુનિક ટેક્નોલોજી દ્વારા પાણીની તંગીથી ઊભી થતી સમસ્યાઓનો ઉકેલ મેળવશે.
આ યુનિવર્સીટીમાં યુજીસીના ધોરણો મુજબ અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમો હાથ ધરવામાં આવશે, જેમાં સંરક્ષણ અને જળ સંકટને કોર્સમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત ૫ કોર્સ ચલાવવામાં આવશે. જેમાં હાઇડ્રોલૉજી, વોટર એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી, વોટર મેનેજમેન્ટ, વોટર એન્ડ હ્યુમેનિટીઝ અને વોટર એન્ડ સ્પેસ હશે. પદ્મશ્રી ઉમાશંકર પાંડેએ જણાવ્યું હતું કે માત્ર બુંદેલખંડમાં જ નહિ પરંતુ ધીમે ધીમે પૂરી દુનિયામાં પાણીની સમસ્યા વધતી જશે. જેથી જળ સંરક્ષણ શીખવું અને તેનું સમાધાન શોધવું જરૂરી છે. જેથી દુનિયાની પ્રથમ વોટર યુનિવર્સીટીની પહેલ કરવામાં આવી છે. શાસનની મંજુરી મળતા જ આ યુનિવર્સીટી ખોલવામાં આવશે.