LIC
LIC Scheme: સરકાર મહિલાઓને સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે, અને તેમાંથી એક ‘LIC બીમા સખી યોજના’ છે. આ યોજના ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી, અને આ યોજના સફળ સાબિત થઈ છે. અત્યાર સુધીમાં 50,૦૦૦ થી વધુ મહિલાઓ આ યોજનાનો ભાગ બની છે.
LIC વીમા સખી યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને વીમા ક્ષેત્રમાં ભાગીદારી આપવાની સાથે આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ, મહિલાઓ LIC એજન્ટ બની શકે છે અને પોતાની કારકિર્દીને આગળ વધારી શકે છે.
આ યોજના મહિલાઓને સ્થિર આવક પૂરી પાડે છે. આ યોજનામાં જોડાનાર મહિલાઓને ત્રણ વર્ષની તાલીમ આપવામાં આવે છે, અને આ સમયગાળા દરમિયાન તેમને દર મહિને કેટલાક પૈસા પણ આપવામાં આવે છે. પ્રથમ વર્ષે સ્ટાઇપેન્ડ તરીકે રૂ. 7000, બીજા વર્ષે રૂ. 6000 અને ત્રીજા વર્ષે રૂ. 5000 આપવામાં આવે છે.