LIC

LIC Scheme: સરકાર મહિલાઓને સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે, અને તેમાંથી એક ‘LIC બીમા સખી યોજના’ છે. આ યોજના ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી, અને આ યોજના સફળ સાબિત થઈ છે. અત્યાર સુધીમાં 50,૦૦૦ થી વધુ મહિલાઓ આ યોજનાનો ભાગ બની છે.

LIC વીમા સખી યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને વીમા ક્ષેત્રમાં ભાગીદારી આપવાની સાથે આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ, મહિલાઓ LIC એજન્ટ બની શકે છે અને પોતાની કારકિર્દીને આગળ વધારી શકે છે.

આ યોજના મહિલાઓને સ્થિર આવક પૂરી પાડે છે. આ યોજનામાં જોડાનાર મહિલાઓને ત્રણ વર્ષની તાલીમ આપવામાં આવે છે, અને આ સમયગાળા દરમિયાન તેમને દર મહિને કેટલાક પૈસા પણ આપવામાં આવે છે. પ્રથમ વર્ષે સ્ટાઇપેન્ડ તરીકે રૂ. 7000, બીજા વર્ષે રૂ. 6000 અને ત્રીજા વર્ષે રૂ. 5000 આપવામાં આવે છે.

Share.
Exit mobile version