Lok Sabha Election 2024: સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ મતદાન પહેલા જ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે આજે તમામ આઠ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા છે. આપને જણાવી દઈએ કે સુરત લોકસભા સીટને લઈને છેલ્લા બે-ત્રણ દિવસથી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો જે આજે સમાપ્ત થઈ ગયો છે. ડ્રામાનું કારણ એવું કહેવાય છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને આ મામલે ગઈકાલે એટલે કે રવિવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અમાન્ય અને રદ કરવામાં આવ્યું હતું.
આજે એટલે કે સોમવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન બસપાના ઉમેદવાર પ્યારેલાલે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું જ્યારે આ બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.આ બેઠક પર કુલ 10 ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જે બાદ કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ કરવામાં આવ્યું છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે કુલ આઠ ઉમેદવારો હતા. હવે તે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા છે તેથી આ સ્થિતિમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે.