SBI

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે. નકલી વીડિયો દ્વારા ફેલાવવામાં આવી રહેલી ભ્રામક માહિતીને ધ્યાનમાં રાખીને બેંકે એલર્ટ જાહેર કર્યું છે. ડીપફેકની મદદથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બેંકના વરિષ્ઠ અધિકારીઓ હાઈ રિટર્ન સ્કીમનો પ્રચાર કરી રહ્યા છે અને રોકાણની વાત કરી રહ્યા છે.

બેંકે એલર્ટ જાહેર કર્યું છે

ઝડપથી ફેલાતા વીડિયોને જોઈને SBIએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ કરી પોસ્ટમાં, SBIએ સ્પષ્ટતા કરી છે કે તેમની બેંક અથવા કોઈપણ અધિકારી તરફથી કોઈપણ પ્રકારની યોજનામાં રોકાણની કોઈ વાત કરવામાં આવી નથી. આ સાથે તેમણે આવા કૌભાંડોમાં ફસાઈ ન જવાની સલાહ પણ આપી

SBIએ શું કહ્યું?

બેંકે તેની પોસ્ટમાં લખ્યું છે કે, “સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના તમામ ગ્રાહકો અને સામાન્ય જનતાને ચેતવણી આપે છે કે તેના વરિષ્ઠ મેનેજમેન્ટના ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે જેમાં કોઈ રોકાણ યોજનામાં રોકાણ કરવાનો અથવા તેને સમર્થન આપવાનો દાવો કરવામાં આવે છે.”

અમે સ્પષ્ટતા કરીએ છીએ કે SBI અથવા તેમના કોઈપણ ઉચ્ચ અધિકારીઓ કોઈપણ પ્રકારના ઉચ્ચ વળતરનો દાવો કરતી કોઈ રોકાણ યોજના ઓફર કરતા નથી. “તેથી, લોકોને સોશિયલ મીડિયા પર ફરતા આવા ડીપફેક વીડિયોનો ભોગ ન બનવા સામે સાવધાન કરવામાં આવે છે.”

ડીપફેક વીડિયો શું છે?

ડીપફેક વીડિયો એઆઈની મદદથી બનાવવામાં આવે છે. આ વીડિયો એકદમ રિયલ લાગે છે પરંતુ તે એડવાન્સ ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવ્યા છે. તાજેતરના સમયમાં, ભારતમાં ડીપફેકના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. તેની મદદથી વ્યક્તિનો ચહેરો, અવાજ અને શરીર બદલી શકાય છે. સામાન્ય રીતે તેની મદદથી ખોટી માહિતી ફેલાવવામાં આવે છે.

Share.
Exit mobile version