Mukesh Ambani
Reliance Industries: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ લગભગ $234 બિલિયન છે અને મુકેશ અંબાણીની નેટવર્થ $111 બિલિયન છે. કંપની 21 વર્ષથી ફોર્ચ્યુન ગ્લોબલ 500 લિસ્ટનો ભાગ છે.
Reliance Industries: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી એશિયાના સૌથી ધનિક બનવાની લડાઈ ચાલી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ગૌતમ અદાણીએ થોડા સમય માટે મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.
જો કે, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણી હવે 111 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વ અને એશિયાના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે. બીજી તરફ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ હાલમાં 105 અબજ ડોલર છે. આ વ્યક્તિગત સફળતા છતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એશિયાની ટોચની 5 કંપનીઓમાં પણ સ્થાન મેળવી શકતી નથી. ચાલો તમને આ મોટી કંપનીઓ વિશે માહિતી આપીએ.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એશિયામાં છઠ્ઠા નંબરે છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એશિયાની 6ઠ્ઠી સૌથી મોટી કંપની છે. કંપનીનું માર્કેટ કેપ લગભગ $234 બિલિયન છે. શુક્રવારે સાંજે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં રૂ. 50થી વધુનો ઉછાળો આવ્યો હતો અને NSE પર રૂ. 2948.60 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 15 ટકાથી વધુનો વધારો થયો છે. કંપનીનું માર્કેટ કેપ $233.61 બિલિયન (રૂ. 19.97 ટ્રિલિયન) છે. તે વિશ્વની 46મી સૌથી મૂલ્યવાન કંપની છે. તાજેતરમાં, કંપનીએ સતત 21મા વર્ષે ફોર્ચ્યુન ગ્લોબલ 500 લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં કંપની 86મા ક્રમે હતી.
તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની
એશિયામાં સૌથી મૂલ્યવાન કંપની તાઇવાન TSMC છે. તેનું માર્કેટ કેપ 646 અબજ ડોલર (આશરે રૂ. 54 લાખ કરોડ) છે. કંપનીના સ્થાપક, ચેરમેન અને સીઈઓ મોરિસ ચાંગ છે. કંપનીમાં 73 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે અને વર્ષ 2023માં તેની આવક 71 અબજ ડોલરથી વધુ હતી.
Tencent હોલ્ડિંગ્સ
ચીનની ટેનસેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ એશિયામાં બીજા સ્થાને છે. ગેમિંગ સેક્ટરમાં બિઝનેસ કરતી આ કંપનીનું માર્કેટ કેપ 421 બિલિયન ડોલર છે. તેને વિશ્વની સૌથી મોટી ગેમિંગ કંપની પણ માનવામાં આવે છે. તેના ચેરમેન અને સીઈઓ પોની મા છે. કંપનીમાં 1 લાખથી વધુ કર્મચારીઓ છે અને વર્ષ 2023માં તેની આવક 86 અબજ ડોલર હતી.
સેમસંગ ગ્રુપ
દક્ષિણ કોરિયાની સેમસંગ પણ એશિયાની સૌથી ધનિક કંપનીઓમાં સામેલ છે. આ કંપની ટીવી, ફોન અને લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરે છે. આ કંપનીનું માર્કેટ કેપ લગભગ 354 બિલિયન ડોલર છે. તેના અધ્યક્ષ લી જે યોંગ છે.
ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના
ICBC એશિયાની ચોથી સૌથી મોટી કંપની છે. ચીનની આ સૌથી મોટી બેંકની સ્થાપના 1984માં બેઈજિંગમાં થઈ હતી. બેંકનું માર્કેટ કેપ $269 બિલિયન છે. ICBC ના અધ્યક્ષ અને પ્રમુખ લિયાઓ લિન છે. બેંકની આવક 105 અબજ ડોલરથી વધુ છે.
Kweichow Moutai
ચીનની આ કંપની દારૂના વ્યવસાય સાથે જોડાયેલી છે. તેની સ્થાપના 1951માં થઈ હતી. ચીન સિવાય આ કંપનીનો દારૂ અન્ય દેશોમાં પણ પ્રખ્યાત છે. કંપનીનું માર્કેટ કેપ $251 બિલિયન છે.