Mukesh Ambani : દેશના સૌથી ધનિક વ્યક્તિ અને દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 920,920 કરોડ રૂપિયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ દેશના સૌથી મૂલ્યવાન જૂથોમાંનું એક છે. રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 1,887,000 કરોડથી વધુ છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીઓ દ્વારા વિવિધ વ્યાપારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.
મુકેશ અંબાણીને આમાં તેમના પરિવારના સભ્યો જેવા કે નીતા અંબાણી, ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી અને કેટલાક નજીકના સહયોગીઓ પાસેથી મદદ મળે છે. મુકેશ અંબાણીના ત્રણેય બાળકો રિલાયન્સના બોર્ડમાં છે. પરંતુ શું તમે જાણો છો કે કંપનીમાં સૌથી વધુ પગાર કોને મળે છે? રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સમાં નિખિલ મેસવાણીને સૌથી વધુ પગાર મળે છે. નિખિલ મુકેશ અંબાણીના નજીકના સહયોગીઓમાંથી એક છે.