Funds

Funds: ભારતીય શેરબજારમાં ગયા સપ્તાહે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ગયા અઠવાડિયે BSE સેન્સેક્સમાં 4091.53 પોઈન્ટ (4.98 ટકા)નો ભારે ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા છતાં, કેટલીક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. અહીં આપણે એવા 5 ફ્લેક્સી કેપ ફંડ્સ વિશે જાણીશું, જેણે છેલ્લા એ

હેલિઓસ ફ્લેક્સી કેપ ફંડ

AMFI ડેટા અનુસાર, Helios Flexi Cap Fundના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 34.14 ટકા વળતર આપ્યું છે. 1 વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ કરીને, આ રકમ હવે વધીને રૂ. 1,34,140 થઈ ગઈ હશે.

બેંક ઓફ ઈન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ

બેન્ક ઓફ ઈન્ડિયા ફ્લેક્સી કેપ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 36.32 ટકા વળતર આપ્યું છે. એક વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ કરીને, આ રકમ હવે વધીને રૂ. 1,36,320 થઈ ગઈ હશે.

જેએમ ફ્લેક્સી કેપ ફંડ

જેએમ ફ્લેક્સી કેપ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 39.21 ટકા વળતર આપ્યું છે. 1 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી આ રકમ હવે વધીને 1,39,210 રૂપિયા થઈ ગઈ હશે.

ઇન્વેસ્કો ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ

Invesco India Flexi Cap Fund ના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 40.04 ટકા વળતર આપ્યું છે. એક વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ કરીને, આ રકમ હવે વધીને રૂ. 1,40,040 થઈ ગઈ હશે.

મોતીલાલ ઓસ્વાલ ફ્લેક્સી કેપ ફંડ

મોતીલાલ ઓસ્વાલ ફ્લેક્સી કેપ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 47.41 ટકા વળતર આપ્યું છે. 1 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી આ રકમ હવે વધીને 1,47,410 રૂપિયા થઈ ગઈ હશે.

Share.
Exit mobile version