Mutual funds
આ સતત 42મો મહિનો છે જ્યારે ઓપન એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં રોકાણ પોઝિટિવ ઝોનમાં છે. આનો અર્થ એ થયો કે ઈક્વિટી સ્કીમમાં વેચાણ કરતાં વધુ ખરીદી થઈ છે.
Mutual Fund SIP Investments: સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ ઑગસ્ટ 2024માં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ઓગસ્ટ મહિનામાં કુલ SIP રોકાણ રૂ. 23,547 કરોડ હતું જે જુલાઈ 2024માં રૂ. 23,332 કરોડ હતું. આ સતત 42મો મહિનો છે જ્યારે ઓપન એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં રોકાણ પોઝિટિવ ઝોનમાં છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની નેટ એસેટ અંડર મેનેજમેન્ટ ઓગસ્ટ 2024માં રૂ. 66.70 લાખ કરોડની ઐતિહાસિક ટોચે પહોંચી છે.
મિડ-કેપ અને સ્મોલ-કેપમાં રોકાણની રેસ
AMFI (એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા) એ ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો આ ડેટા જાહેર કર્યો છે. આ ડેટા અનુસાર ઓગસ્ટ મહિનામાં મિડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સમાં રોકાણની સ્પર્ધાને કારણે ઈક્વિટી ફંડ્સમાં રૂ. 38,239.16 કરોડનું રોકાણ આવ્યું છે, જે 3.03 ટકા વધુ છે. શેરબજારમાં ભારે વધઘટ છતાં ઓગસ્ટ મહિનામાં આ મજબૂત રોકાણ જોવા મળ્યું છે. ઓગસ્ટ મહિનામાં સ્મોલ-કેપ રોકાણ 52 ટકા વધીને રૂ. 3209.33 કરોડ, મિડ-કેપ રોકાણ 86 ટકા વધીને રૂ. 3054.68 કરોડ થયું છે. જુલાઈની સરખામણીમાં લાર્જ કેપમાં રોકાણમાં 293 ટકાનો ઉછાળો આવ્યો છે અને કુલ રોકાણ રૂ. 2626.86 કરોડ થયું છે. મલ્ટી કેપ ફંડ્સમાં રોકાણ 65 ટકા ઘટીને રૂ. 2475.06 કરોડ થયું છે.
Amfiના ડેટા પર, મોતીલાલ ઓસ્વાલ AMCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO અખિલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, અમે જોઈ રહ્યા છીએ કે રોકાણકારો લાર્જ કેપ, મલ્ટિકેપ અને ફ્લેક્સી કેપ ફંડ્સની તરફેણમાં એસેટ એલોકેશન કરી રહ્યા છે. મિડ અને સ્મોલ કેપ સ્પેસમાં વિશાળ રેલી પછી, જોખમનું સંચાલન કરવું સર્વોપરી છે. તેમણે જણાવ્યું હતું કે, સિસ્ટમેટિસ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ દર મહિને 1 ટકાના દરે વધી રહ્યું છે જે લાંબા ગાળે ઉદ્યોગના વિકાસ માટે ખૂબ સારું છે અને આ રોકાણકારોને શિસ્તબદ્ધ રીતે ઇક્વિટી ફાળવણી વધારવામાં મદદ કરે છે. પ્રભુદાસ લીલાધરના ઇન્વેસ્ટમેન્ટ સર્વિસિસના વડા પંકજ શ્રેષ્ઠે જણાવ્યું હતું કે, ઇક્વિટી રોકાણ છેલ્લા ચાર મહિનાથી સતત મજબૂતી બતાવી રહ્યું છે અને તે રૂ. 34,000 કરોડથી વધુ રહ્યું છે.