સુરતીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે સુરતના નવા મેયરના નામની જાહેરાત કરાઈ છે. દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બન્યા છે. તો નરેશ પાટીલની ડેપ્યુટી મેયર તરીકે જાહેરાત કરાઈ છે. મેયર, ડેપ્યુટી મેટર તથા સુરત મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જે નામો ચર્ચામાં હતા તેનાથી સાવ વિપરીત નામ સામે આવ્યા છે.

મેયર – દક્ષેશ માવાણી
ડેપ્યુટી મેયર – નરેશ પાટીલ
સ્થાયી સમિતિના ચેરમેન – રાજનભાઈ પટેલ
શાસક પક્ષના નેતા – શશીબેન ત્રિપાઠી
દંડક : ધર્મેશ વાણિયાવાલા

સુરતના નવા મેયર દક્ષેશ માવાણીના રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ ૧૯૯૮ થી ભાજપ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. તેઓ સુમુલ ડેરી, ચૂંટણી વ્યવસ્થા સેલ, ગુજરાત પ્રદેશ યુવા મોરચો, નવસારી જિલ્લા યુવા મોરચો, વિધાનસભા તથા લોકસભા ચૂંટણી વ્યવસ્થામાં સેલ જવાબદારી જેવી કામગીરી નિભાવી ચૂક્યા છે. સુરતના નવા મેયરની આજે પસંદગી થઈ છે. ત્યારે જૂની ટર્મના મેયર હેમાલી બોઘાવાલાનો કાર્યકાળ પૂર્ણ થયો છે. મેયર હેમાલી બોઘાવાલાએ જનતાનો આ વિશે આભાર માન્યો હતો. સુરતના લોકોનો સહકાર બદલ આભાર માન્યો હતો.

Share.
Exit mobile version