NEET Paper Leak Case: NEET કેસમાં કેન્દ્ર સરકાર દ્વારા મોટી કાર્યવાહી!

NEET પેપર લીકના આક્ષેપો વચ્ચે, શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓને પારદર્શક અને ન્યાયી બનાવવા માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી. આ સમિતિ પરીક્ષા પ્રક્રિયાઓને સુધારવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ અને NTAના માળખામાં સુધારો કરવા પર કામ કરશે. આ કમિટી 2 મહિનામાં પોતાનો રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સોંપશે. આ ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણન ચાર્જ સંભાળશે. AIIMSના જાણીતા ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા પણ ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ અને સભ્યોની યાદીમાં સામેલ છે.

Share.
Exit mobile version