Elon Musk
તાજેતરના સમયમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિમાં મોટા ઉતાર-ચઢાવ આવ્યા છે. બુધવારે તેમની નેટવર્થમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મસ્કની નેટવર્થમાં એક દિવસમાં $28.4 બિલિયન (આશરે ₹2,41,700 કરોડ)નો ઘટાડો થયો
ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ (અગાઉ ટ્વિટર) ના માલિક ઇલોન મસ્કની સંપત્તિમાં આ ઘટાડાનું મુખ્ય કારણ ટેસ્લાના શેરમાં ભારે ઘટાડો હતો. ટેસ્લાના શેર બુધવારે 8.28% ઘટીને $440.13 પર બંધ થયા.
નોંધનીય છે કે 1 દિવસમાં મસ્કનો આ ઘટાડો ઘણા અબજોપતિઓની કુલ સંપત્તિ કરતાં વધુ છે. આ ઘટાડા પછી, મસ્કની નેટવર્થ ઘટીને $458 બિલિયન થઈ ગઈ. જો કે, 2024માં અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $229 બિલિયનનો વધારો થયો છે.
એલોન મસ્ક પછી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ છે. તેમની કુલ સંપત્તિ $240 બિલિયન છે.