હિટલરથી લઈને ગદ્દાફી સુધી… દુનિયામાં ઘણા એવા તાનાશાહ રહ્યા, જેનો આજે પણ ઉલ્લેખ થાય છે. મુઘલોના શાસનકાળમાં પણ ઘણાં તાનાશાહનો ઉલ્લેખ થાય છે. જેને જાેઈને જ લોકો થરથર કાંપવા લાગતા હતા. ૬૦ના દાયકામાં રોમાનિયામાં પણ એવો જ એક શાસક હતો, જેનાથી લોકો ડરતા હતાં. નિકોલસ ચાચેસ્કુ નામના આ તાનાશાહની એવી ઘણી આદતો હતી, જેનો ઉલ્લેખ આજે પણ થાય છે. તેની આદતોમાં એક હતી કે, દારુથી ઘણીવાર હાથ ધોવા. ચાચેસ્કૂ દિવસમાં ૨૦ વાર આલ્કોહોલથી હાથ ધોતા હતાં. નિકોલસ ચાચેસ્કૂ એક ક્રૂર શાસક હતા, જે લોકોને તે જ હુકમ આપતા જે તેના મનમાં આવી જતાં, પછી ભલે તે કંઈપણ કેમ ન હોય. ચાચેસ્કુએ એકવાર લોકોને પોતાના ઘરની બારી ખુલ્લી રાખવાનો હુકમ આપી દીધો હતો.
તે લોકોની સતત જાસૂસી કરાવતો હતો અને તેના પર નજર રાખવાનું કામ પણ કરતા હતા. રિપોર્ટ અનુસાર, હંમેશા અખબારમાં કાણું પાડીને ખુફિયા એજન્ટ રસ્તા પર બેસતા હતાં. લગ્ઝરીવાળી તમામ વસ્તુઓ તેણે લોકોથી દૂર કરી દીધી હતી અને તે લોકો માટે આતંક બની ગયો હતો. નિકોલસ ચાચેસ્કુની ઊંચાઈ ઘણી ઓછી હતી, તેથી તેણે તેનો સીધો ફોટોગ્રાફ લેવાની ના પાડતો હતો. ફોટોગ્રાફર્સને તેની એવી તસવીર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું જેમાં તે ઊંચો દેખાય. એ જ રીતે, વૃદ્ધાવસ્થામાં પણ, તે પોતાની યુવાનીનાં ચિત્રો અખબારોમાં પ્રકાશિત કરવાનું પસંદ હતું. નિકોલસ ચાચેસ્કુ લોકોને સ્પર્શ કર્યા પછી તેમના હાથને સારી રીતે સાફ કરતા હતા. જ્યારે પણ તે કોઈની સાથે હાથ મિલાવતો ત્યારે તે પછી દારૂથી હાથ ધોતો હતો. જાે તે દિવસમાં ૩૦ વખત લોકો સાથે હાથ મિલાવે છે, તો તે બાથરૂમમાં જશે અને તેટલીવાર દારૂથી પોતાના હાથ સાફ કરશે. આ જ કારણ છે કે ચાચેસેસ્કુના તમામ બાથરુમમાં આલ્કોહોલની એક બોટલ રાખવામાં આવી હતી.